હિન્દુ ધર્મમાં દિવાળીના તહેવારનું ખૂબ મહત્ત્વ હોય છે. આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. આજે જાણો પૂજા માટે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીને કઈ દિશામાં રાખવા જોઈએ.
હિન્દુ ધર્મમાં દિવાળીનો તહેવાર સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે અને તેનું ખૂબ મહત્ત્વ છે. દિવાળીનો તહેવાર આસો મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી રામ ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યા પરત ફર્યા હતા. ભગવાન રામના અયોધ્યા પાછા ફરવાની ઉજવણી કરવા માટે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. દિવાળીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. દિવાળી પર ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે, જીવનમાં ખુશીઓ આવે છે અને દેવી લક્ષ્મી ઘરમાં વાસ કરે છે.
- Advertisement -
દિવાળી પર લક્ષ્મી માતા અને ગણેશજીની મૂર્તિ કઈ દિશામાં રાખવી?
દિવાળી દરમિયાન લક્ષ્મી-ગણેશજીની નવી મૂર્તિ ઘરે લાવવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે માતા લક્ષ્મીને ભગવાન ગણેશની ડાબી બાજુ સ્થાપિત કરવી જોઈએ, જે ખોટું છે. ડાબી બાજુ પત્નીનું સ્થાન હોય છે પરંતુ માતા લક્ષ્મી ગણેશજીની માતા સ્વરૂપ છે એટલા માટે હંમેશા લક્ષ્મીજીની મૂર્તિ ગણેશજીની જમણી બાજુએ રાખવી જોઈએ. દિવાળી પૂજન સમયે માતા લક્ષ્મીને ભગવાન ગણેશની જમણી બાજુ જ બેસાડવા જોઈએ. ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની મૂર્તિઓને પૂજાના સ્થાન પર એવી રીતે રાખો કે તેમનું મુખ પૂર્વ કે પશ્ચિમ તરફ હોય.
દિવાળી પર કળશ સ્થાપનાનું મહત્ત્વ
- Advertisement -
દિવાળી પર કળશની સ્થાપના કરવી શુભ માનવામાં આવે છે કારણ કે કળશને વરુણદેવનું સ્વરૂપ માનવામાં આવે છે. જો દિવાળીની રાત્રે લક્ષ્મી પૂજા દરમિયાન કળશની સ્થાપના કરવામાં આવે તો પૂજાનું ફળ બમણું મળે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. હિંદુ માન્યતાઓ અનુસાર કળશને અમૃતનું તત્ત્વ માનવામાં આવે છે. એવામાં દિવાળી પર ઘરમાં કળશ સ્થાપિત કરવાથી આર્થિક સંકટ દૂર થાય છે. અમૃત તુલ્ય હોવાને કારણે સ્વસ્થ શરીરની પ્રાપ્તિ થાય છે.
જો તમે ખાસ કરીને કોઈ દેવી-દેવતામાં માનતા હો, તો દિવાળીની પૂજા કરતી વખતે, લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કર્યા પછી, તમને જે દેવતામાં અતૂટ શ્રદ્ધા હોય તેમની પણ પૂજા કરવી જોઈએ.
(ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી khas-khabr નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)