– આપણે જો ભારતની સમસ્યાનું સમાધાન કરશું તો વિશ્વની સમસ્યાનું સમાધાન થઇ જશે
દેશભરમાં આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની 126મી જન્મજયંતી મનાવવામાં આવી રહી છે. નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મ જયંતીને પરાક્રમ દિવસ તરીકે પણ માનવવામાં આવે છે. આ અવસર પર સંઘના પ્રમુખ મોહન ભાગવતે તેમને યાદ કર્યા હતા. આ કાર્યક્રમમાં મોહન ભાગવતએ કહ્યું કે, આજે આપણો દેશ અને આપણા જીવન જેમની ત્યાગ અને તપસ્યાના લીધે છે, તેમને યાદ કરવા જોઇએ. આપણે બધાએ મળીને દુનિયામાં ભારતને શ્રેષ્ઠ સ્થાન અપાવવું છે. બાળપણમાં જ નેતાજીના પરિવારને સંસ્કાર અને જે શિક્ષણ મળ્યું, જેના પગલે તેમની સમાજ પ્રત્યે સંવેદના વધી હતી. તેમના ઉચ્ચ સંસ્કારો અને દઢ નિષ્ઠાથી જ તેમણે પોતાની જાતને દેશ માટે સમર્પિત કરી. નેતાજીના જે સપના અધૂરા રહી ગયા છે, તે આપણે મળીને પૂરા કરવા છે. આરએસએસના કાર્યક્રમમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝના ભત્રીજા અધેન્દ્રુ બોઝ હાજર રહ્યા હતા.
- Advertisement -
સુભાષ ચંદ્ર બોઝનું યુદ્ધ કૌશલ્ય જગતભરમાં પ્રસિદ્ધ છે
RSS પ્રમુખ મોહન ભાગવતે જણાવ્યું કે, તેમના યુદ્ધ કૌશલ્યનું તો શું વર્ણન કરવું. તે તો જગતભરમાં પ્રસિદ્ધ છે. જેમના સામ્રજય પર સૂર્યાસ્ત થાય નહીં, એવા લોકો માટે એક નવી સેના બનાવીને તેમની સામે મોટો પડચાક ઉભો કર્યો અને ભારતના દરવાજા પર હાકલ કરી. સમયના ભાગ્યનું ચક્ર સીધું ચાલત તો ભારતની અંદર પ્રવેશ કરતા આગળ વધી ચૂક્યા હતા. ત્યાં રહીને સ્વતંત્રતા માટે પ્રયત્ન કરનારાઓનું સંગઠન થયું અને ભારત ઘણું વહેલા જ સ્વતંત્ર થઇ ગયું હોત. નેતાજીએ પોતાની પુસ્તકમાં લખ્યું કે, આ જ આપણું લક્ષ્ય છે, જેના માટે તેઓ કામ કરી રહ્યા છે. ભારત એક નાની દુનિયા છે. આપણે જો ભારતની સમસ્યાનું સમાધાન કરશું તો વિશ્વની સમસ્યાનું સમાધાન થઇ જશે.
पश्चिम बंगाल: RSS प्रमुख मोहन भागवत ने नेताजी सुभाष चंद्र बोस की जयंती पर कोलकाता के शहीद मीनार में आयोजित एक कार्यक्रम में हिस्सा लिया। pic.twitter.com/qdv7ppCEiP
— ANI_HindiNews (@AHindinews) January 23, 2023
- Advertisement -
અમે દેશને સંઘ જેવો બનાવવા માંગીએ છિએ
તેમણે વધુમાં જણાવ્યું કે, દેશ પહેલા છો, ભારત માતા પ્રથમ છે. અમને સાચા લોકોની જરૂરીયાત છે, એક સાચા વ્યક્તિની. સંઘ કોણ છે? આ એક વ્યક્તિત્વનો વિકાસ છે. સુભાષ બાબુએ સ્વયંને યોગ્ય બનાવવા માટે કહ્યું કે, શાખાનો નિયમિત અભ્યાસ કરવો જોઇએ. આ એક આદત બની જવી જોઇએ. આપણે આપણા લક્ષ્યોને ભૂલી જવા જોઇએ. અમે દેશને સંઘ જેવો બનાવવા માંગીએ છિએ. અમારે ચુંટણી નથી જીતવી, અમારે લોકપ્રિયતા મેળવવી નથી, અમારે પ્રસિદ્ધ થવાની જરૂરિયાત નથી, અમારે સમુદ્ધ થવા માટે દેશ જોઇએ છે.
उनके(सुभाष चंद्र बोस) युद्ध कौशल का क्या वर्णन करना। वो तो जगत प्रसिद्ध है। जिनके साम्राज्य पर सूर्यास्त नहीं होता, ऐसे लोगों के लिए एक नई सेना बनाकर उन्होंने चुनौती खड़ी की और भारत के दरवाजे पर दस्तक दी: RSS प्रमुख मोहन भागवत, कोलकाता pic.twitter.com/HCtauP9il9
— ANI_HindiNews (@AHindinews) January 23, 2023