ગીરગઢડાના પાણખાણના પાટીયા નજીક સામતેર-ખાંભા હાઇવે રોડ પર પીજીવીસીએલની વિજલાઇનમાં વાયર ઉપર એક તુટી ગયેલ હાલતમાં એંગલ લટકતી જોવા મળી રહી છે. ત્યારે આ રસ્તા પરથી આજુબાજુના ગામના લોકો હજારોની સંખ્યામાં રોડ પરથી પસાર થતા હોય છે. અ વખતે આ વિજ વાયર પર તુટેલી એંગલ લટકી રહી છે આ એંગલ ક્યારે પડે તેનું નક્કી નથી અને જો આ એંગલ કોઇ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ ઉપર પડશે તો તેમના જીવનું જોખમ વર્તાય હોય તેવી સ્થિતીમાં જોવા મળે છે. જેથી પીજીવીસીએલની બેદરકારી સામે આજુબાજુના ગામજનોમાં અનેક સવાલો ઉઠવા પામેલ છેકે તંત્ર અકસ્માતની રાહ જોઇને બેઠુ છે કે શું તેવો ઘાટ સર્જાયેલ છે.
સામતેર-ખાંભા રોડ પર વીજ વાયર ઉપર લટકતા એંગલથી લોકોના જીવનું જોખમ

Follow US
Find US on Social Medias