બિહારમાં પાંચમા તબક્કામાં મતદાન થયું હતું અને આ બાદ બિહારની સારણ લોકસભા સીટ પર ભારે હિંસા થઈ છે. મંગળવારે અહીં બે પક્ષો વચ્ચે ગોળીબાર થયો હતો અને આ ઘટનામાં ત્રણ લોકોને ગોળી વાગી છે.
બિહારની સારણ લોકસભા સીટ પર સોમવારે પાંચમા તબક્કાનું મતદાન થયું હતું અને તેના એક દિવસ બાદ આજે એટલે કે મંગળવારે હિંસાના સમાચાર સામે આવી રહ્યા છે. બિહારમાં આજે બંને પક્ષો વચ્ચે ગોળીબાર થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને બે ઘાયલ થયા છે.
મંગળવારે બંને પક્ષો વચ્ચે ગોળીબાર થયો હતો
રિપોર્ટ અનુસાર બીજેપી અને આરજેડીના સમર્થકો એકબીજા સાથે અથડાયા હતા. મંગળવારે બંને પક્ષો વચ્ચે ગોળીબાર થયો હતો. આ ઘટનામાં ત્રણ લોકોને ગોળી વાગી છે. કહેવાય રહ્યું છે કે સોમવારે સાંજે મતદાન કેન્દ્ર પર થયેલા વિવાદને કારણે આ ઘટના બની હતી. માહિતી મળતાં જ વિસ્તારની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
- Advertisement -
રોહિણી આચાર્ય સારણ લોકસભા સીટથી ચૂંટણી લડી રહી છે
ઇન્ટરનેટ પણ બે દિવસ બંધ કરવામાં આવ્યું
સોમવારે મતદાન દરમિયાન આરજેડી ઉમેદવાર રોહિણી આચાર્ય પણ છપરાના ભીખારી ઠાકુર ચોક વિસ્તારમાં પહોંચી હતી. આ દરમિયાન હોબાળો પણ થયો હતો. ઘટના બાદ સારણના એસપીએ કહ્યું કે, “RJD અને બીજેપી કાર્યકર્તાઓ વચ્ચે વિવાદ થયો હતો. આજે કેટલાક લોકોએ તેને લઈને ગોળીબાર કર્યો છે. કાર્યવાહી કરવામાં આવી રહી છે અને અહીં ઇન્ટરનેટ પણ બે દિવસ બંધ કરવામાં આવ્યું છે.”