12 જ્યોતિર્લિગમાંથી પહેલા સ્થાને સોમનાથ મંદિર આવે છે. આ જ્યોતિર્લિગના સંબંધમાં માન્યતા છે કે તેની સ્થાપના ચંદ્રદેવે કરી હતી. મહાશિવરાત્રિના શુભ અવસરે તમે ઘર બેઠા આ રીતે સોમનાથ મંદિરમાં બાબાના દર્શન કરી શકો છો.
મહાશિવરાત્રિની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે
- Advertisement -
આખા દેશના મંદિરોમાં દેવોના દેવ મહાદેવના મહાપર્વ એટલેકે મહાશિવરાત્રિની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ભોલેના ભક્તોની સંખ્યા જોઈને મુખ્ય મંદિરોમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જો કે, તમામ લોકો એવા પણ હોય છે, જે અમુક કારણોને લીધે પાવન પર્વ પર ભોલેના દરબારમાં હાજર થવાનુ ચૂકી જાય છે. 12 જ્યોતિર્લિગમાંથી એક સોમનાથ મંદિરમાં બાબાના દર્શન કરવા દરેક વ્યક્તિ માંગે છે, પરંતુ જો કોઈ કારણોસર તમે દર્શન માટે જઇ શકતા નથી તો ઘર બેઠા પણ દર્શન કરી શકો છો.
સોમનાથ મંદિર ટ્રસ્ટે પોતાનો એક વીડિયો શેર કર્યો
દુનિયાના બીજા નંબરના માઈક્રો-બ્લોગિંગ મંચ કૂ એપ પર સોમનાથ મંદિરે @SomnathTempleOfficial એક લેટેસ્ટ પોસ્ટમાં શિવભક્તો માટે સારી સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે. મંદિર ટ્રસ્ટે પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં જાણીતા લોક ગાયક ગમન સાંથલ ભુવાજી શ્રદ્ધાળુઓને મંદિર દ્વારા આપવામાં આવેલા અનોખા ઉપહારની માહિતી આપે છે. પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે મહાશિવરાત્રિના પાવન પર્વ પર સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓ માટે વિશેષ બિલ્વ પૂજા સેવાની શરૂઆત કરવામાં આવી છે.
- Advertisement -