જૂનાગઢ શ્રાવણ સુદ પૂનમન આદિવસે શ્રી ઔદીચ્ય ઝાલાવાડી યુવક મંડળ દ્વારા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આજરોજ પવિત્ર રક્ષાબંધન તહેવાર નિમિતે ગિરનાર તળેટી રોડ પર આવેલ ખાખચોકની જગ્યા ખાતે યજ્ઞોપવિત બદલાવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સમસ્ત બ્રહ્મ સમાજના ભૂદેવો જોડાયા હતા અને સાસ્ત્રોક વિધિ અનુસાર સાથે મંત્રોચાર કરીને યજ્ઞોપવિત ધારણ કરવામાં આવી હતી આજે વેહલી સવારથી યજ્ઞોપવિત બદલવાનો કાર્યક્રમમાં ભૂદેવો જોડાયા હતા અને પવિત્ર દામોદર કુંડમાં સ્નાન વિધિ કર્યા બાદ જનોઈ બદલવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવ યુવક મંડળના પ્રમુખ દેવાંગ વ્યાસ, પી.સી.ભટ્ટ અને મનીષ વ્યાસ સહીતના લોકોએ જેહમત ઉઠાવી હતી.
જૂનાગઢ પવિત્ર રક્ષાબંધન દિવસે ભૂદેવોએ યજ્ઞોપવિત બદલાવી

Follow US
Find US on Social Medias