ખાસ-ખબર સંવાદદાતા
વિશ્વ અવર રિસ્પોન્સીબિટી અને રોટરી ક્લબના સર્વોદયના સહયોગથી મૂળ પ્રભાસ-પાટણના વતની, હાલ અમદાવાદના શિવાંગ વૈદ્ય જે પત્રકારત્વ અને ફોટોગ્રાફી વિડીયોગ્રાફીના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમને પોતે 3 વર્ષથી વાળ વધારેલા અને તેમને પોતાના જન્મ દિવસે આ સારૂ કાર્ય કરવાનો નિર્ણય કર્યો. કેન્સર પીડિતોને સારવાર દરમિયાન જે વાળ ખરી જતા હોય છે અને તે લગુતાગ્રંથી ના અનુભવે કે હેર વિના સારું ના લાગે તે માટે એમની વિગ બનાવવા માટે શિવાંગે પોતાના 12 ઇંચ વાળનું દાન કરીને અન્ય લોકોને પ્રેરણા આપી છે.