રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શરુઆત વિજયા દશમી દશેરા ,1925નાં દિવસે નાગપુરનાં મોહિતે વાડા મેદાન ખાતે ડો.કેશવ બલીરામ હેડગેવાર દ્રારા 10-15 બાળકોને રમત-ગમત રમાડી અને એક સંઘની શાખાનાં સ્વરુપમાં કરવામાં આવી હતી.
ત્યારથી લઇ અને આજે છન્નુ વર્ષ પુર્ણ કરી સતાણુંમા વર્ષમાં પ્રવેશ કરનારા સંઘની વ્યાપક્તા આજે સમાજ જીવનનાં પ્રત્યેક ક્ષેત્રમાં વ્યાપ્ત છે.એક સમય હતો જયારે સંઘને કોઇ ગણતુ પણ ના હતુ તેનાં સ્વયંસેવકોએ સરકારની સંઘને દબાવી દેવાની નિતીનાં કારણે પારવાર દમન અને સંઘર્ષનો ભોગ બનવું પડ્યું.આવા કઠીન સંજોગોમાં પણ સ્વયંસેવકો પ્રસિદ્ધિથી દુર રહી નિતાંત સમાજ પર જયારે વિપતિ આવી ત્યારે નિઃસ્વાર્થ ભાવે સમાજની પડખે અડીખમ ઉભા રહ્યા.પરીણામે આજે ભારત અને વિશ્ર્વનાં તમામ દેશો સંઘની નોંધ લેતા થયા છે.એવુ વિશ્ર્વનું સૌથી મોટુ સંગઠન ખડુ થયું છે.સંઘનાં સ્વયંસેવકો આજે દેશનાં રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી તેમજ મુખ્યમંત્રી સુધીનાં બંધારણીય પદો શોભાવી રહ્યા છે.ત્યારે સંઘની પરંપરા મુજબ દેશની જનતા અને સ્વયંસેવકોને સંઘ સ્થાપનાનાં દિવસે સંઘ પ્રમુખ માર્ગદર્શન આપે છે.દેશની વર્તમાન સ્થિતી ઉપર સંઘનો દ્રષ્ટીકોણ જાહેરમાં સ્પષ્ટ રિતે વ્યકત કરે છે.
ગયા વર્ષે કોરોના મહામારીની કપરી સ્થિતી માં પણ એક ટુંકા કાર્યક્રમ દરમ્યાન પણ કોરોનાની વિકટ સ્થિતીમાં જયારે દેશનાં આમ નાગરિકો એક મહામારીનાં આતંકથી ભયભીત હતા,ધંધા રોજગાર બંધ હોવાનાં લીધે આર્થિક તંગીનો માહોલ હતો તો સરહદે ચીન અડપલા કરી રહ્યું હતુ.એ સ્થિમાં પણ દેશની જનતાને ધૈર્ય પુર્વક મહામારીનો સામનો કરવા , સ્વયંસેવકોને દેશ બાંધવોની સેવામાં કામે લાગવા અને જરૂરતો સિમીત કરી પૈસાની બચત, આ મહામારી અને લોકડાઉન દરમ્યાન પરીવારમાં આપસી સ્નેહ અને એકતાનો તંતુ મજબુત કરવા ઉપરાંત ભારતીય સંસ્કૃતિ પરંપરા આધારીત જીવન વિકસાવવા ઉપર ભાર મુકી દેશનું મનોબળ વધારી અને ભારત સરકારે ચીનની ઘુસણખોરી ડામવા સરકારે લીધેલા મક્કમ પગલાની સરાહના કરી હતી.
- Advertisement -
તો વર્તમાનમાં મુંબઇમાં મુસ્લીમ સ્કોલરો સાથેનાં સંવાદમાં ભારતિય મુસ્લીમો અને હિન્દુઓનો ડીએનએ એક જ છે અને આપસી સદભાવ દ્રાર દેશની એકતા અને અખંડિતતાને સુનિશ્ર્ચીત કરવાનું આહવાન કરેલું.તો હિમાચલ પ્રદેશમાં પરિવારજનો સાથેનાં કાર્યક્રમમાં ટુંકાગાળાનાં હિતો માટે થઇને થતું ધર્મ પરિવર્તન ખોટુ છે અને એ રોકવુ જોઇએ.દુર્ગા અષ્ટમીનાં દિવસે વિખ્યાત પત્રકાર અને લેખક ઉદય માહુરકરની વિર સાવરકરજીનાં જીવન પ્રસંગો પર આધારિત પુસ્તકનાં વિમોચન પ્રસંગે કોંગ્રેસ દ્રારા ‘સાવરકરે માગેલી માફી’નાં વર્ષોથી ચલાવવામાં આવતા જુઠા પ્રચારને ભ્રામક અને રાજનૈતિક સ્વાર્થ પ્રેરિત ગણાવ્યો હતો.જેની ઉપર આજે દેશ અને દુનિયાનાં મિડીયામાં બૌદ્ધિકો અને ઇતિહાસવિદોએ ફરીથી ચર્ચાનો પ્રારંભ કર્યો છે.
આમ સમય સમય પર દેશ-કાલ અને પરિસ્થિતીનાં ઉપલક્ષ્યમાં સરસંઘચાલક મોહનજી ભાગવતે હિન્દુ સમાજનું માર્ગદર્શન કર્યું છે અને રાષ્ટ્રહિતમાં નિર્ભીક રીતે સંઘનો મત વ્યકત કર્યો છે ત્યારે આવતિકાલે સવારે નાગપુર ખાતેથી સવારે 7.30 વાગ્યે ફરી એકવાર પોતાનાં સંબોધનમાં સરસંઘચાલકજી શું બોલશે એના પર દેશ-દુનિયાનાં મિડીયાની નઝર મંડાયેલી છે.જેનું જીવંત પ્રસારણ કરવા દેશનાં માધ્યમોનાં કેમેરામેનો,સંવાદાતાઓ , પત્રકારોનો જમાવડો આજથી જ નાગપુરનાં રેશમબાગ ખાતે થવા લાગ્યો છે.આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ વિશ્ર્વ સંવાદ કેન્દ્ર ભારતનાં ફેસબુક , ટવીટર ,યુ-ટયુબ જેવા આધુનિક માધ્યમો પરથી કરવામાં આવશે.