હા વાચકમિત્રો આજે ૨૩ જૂન એટલે કે ઓલિમ્પિક દિવસ છે. આ રમતનો મહાકુંભ વિશ્વભરમાં લોકપ્રિય છે. આની શરૂઆત ૧૯૪૭માં થઈ હતી. સ્ટોકહોમ ખાતે યોજાયેલી ઇન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિની ૪૧મી વાર્ષિક સભામાં સમિતિના સભ્ય ડૉ. જોસેફ ગૃસે વર્લ્ડ ઓલિમ્પિક દિવસનો આઈડિયા આપ્યો હતો તેમનું માનવું હતું કે ઓલિમ્પિક જે બાબતો માટે જાણીતી છે તેનું પ્રત્યેક વર્ષ ઉજવવું જોઈએ.
અમુક મહિનાઓ પછી ૧૯૪૮ના જાન્યુઆરીમાં આઇઓસીની ૪૨ બેઠકમાં આ ખેલને ગ્રીન સિગ્નલ પણ આપવામાં આવ્યું હતું આઇઓસીની ૪૨ મી બેઠક પછી ૧૯૪૮ ની ૨૩ મી જૂને સૌપ્રથમ ઓલિમ્પિક દિવસની ઉજવણી થઈ હતી. પોર્ટુગલ ગ્રીસ ઓસ્ટ્રીયા કેનેડા બ્રિટન સ્વીઝરલેન્ડ બેલ્જીયમ વગેરે દેશોમાં પ્રથમ વખત ઓલિમ્પિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વૈશ્વિક રમતોના આ વિશેષ દિવસે વિવિધ રમતોત્સવનું આયોજન થતું હોય છે જેમા દેશ વિદેશના ખેલાડીઓ પોતાનું પ્રતિનિધિત્વ કરે છે.
- Advertisement -
ઓલિમ્પિક દિવસ એ સ્પોર્ટ્સ એટલે કે દેશી તથા વિદેશી રમતો સાથે આરોગ્ય જેવા વિભાગને ઉજવવા માટેનો દિવસ છે. ઓલમ્પિક દિવસ એ વિશ્વભરના લોકોને તેઓને સારી રીતે સશક્ત બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. ડો. પંકજકુમાર મુછડીયા જણાવે છે કે વર્ષ ૨૦૨૧ના વર્ષમાં કોરોના વાયરસની મહામારીના કારણે વર્ક ફ્રોમ હોમની જેમ હોમ વર્કઆઉટ ઉપર વધારે ફોકસ કરવામાં આવી રહ્યું છે આ સ્થિતિમાં ચાલુ વર્ષનો ઓલિમ્પિક વિશ્વનો સૌથી મોટો તથા પ્રથમ ચોવીસ કલાક ડિજિટલ બની જશે. દુનિયાનો સૌથી મોટો રમત ઉત્સવ એટલે ઓલમ્પિક રમોત્સવ. ૧૯૧૪માં ઓલમ્પિક ધ્વજ બનાવવામાં આવ્યો જેને સૌ પ્રથમવાર સાતમાં ઓલિમ્પિક રમતોત્સવ એન્ટવર્પ શહેરમાં ફરકાવવામાં આવ્યો હતો. આ ધ્વજ સિલ્કનો બનાવવામાં આવે છે જેમાં પાંચ વર્તુળો પરસ્પર જોડાયેલા હોય છે.
- Advertisement -
વાદળી પીળો કાળો લીલો લાલ રંગ ક્રમશઃ પુરેલા હોય છે આ પાંચે વર્તુળો એ પાંચ ખંડના પ્રતિક છે અને પરસ્પર જોડાયેલા હોવાથી આંતરરાષ્ટ્રીય સદભાવના અને મૈત્રીનો સંદેશો પાઠવે છે. ડો. પંકજકુમાર મુછડીયા જણાવે છે કે ઓલમ્પિક નિષ્પક્ષ અને મુક્ત સ્પર્ધા નું પ્રતિક મનાય છે. બર્લિન ઓલિમ્પિક ૧૯૩૬થી ઓલિમ્પિક જ્યોતની શરૂઆત થઈ હતી ઓલમ્પિક રમતોત્સવ વિશ્વબંધુત્વની ભાવના નો વિકાસ કરે છે. તીરંદાજી એથલેટિક્સ બોક્સિંગ સાયકલિંગ ફૂટબોલ જીમ્નેસ્ટીક હોકી ટેનિસ વોલીબોલ સ્વિમિંગ વગેરે રમતોનો સમાવેશ થાય છે વિશ્વભરના ખેલાડીઓને એક જ પ્લેટફોર્મ પર લાવવા માટેનો મહાકુંભ એટલે ઓલિમ્પિક.