ભારત મુંબઈમાં IOC સેશનનું આયોજન
ખાસ-ખબર સંવાદદાતા
આઇઓસી સભ્ય નીતા અંબાણીએ આજે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના નવા સંશોધિત ડ્રાફ્ટ બંધારણનું સ્વાગત કર્યું હતુ. તેને ભારતના ઓલિમ્પિક સ્વપ્નમાં એક સીમાચિહ્નરૂપ ક્ષણ ગણાવી હતી. નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ એલ નાગેશ્ર્વર રાવ દ્વારા તૈયાર કરાયેલ ઈંઘઅના સુધારેલા બંધારણના અંતિમ ડ્રાફ્ટમાં કેટલાક મુખ્ય ફેરફારો મૂકવામાં આવ્યા છે. જે 10 નવેમ્બરે તેની સામાન્ય સંસ્થાની બેઠકમાં ઔપચારિક રીતે અપનાવવામાં આવશે.
- Advertisement -
ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના સભ્ય નીતા અંબાણીએ નવા સંશોધિત ઈંઘઅ ડ્રાફ્ટ બંધારણમાં એથ્લેટ્સ અને મહિલાઓના વધુ પ્રતિનિધિત્વની પ્રશંસા કરી કહ્યું હું ન્યાયમૂર્તિ નાગેશ્વર રાવને ભારતના ઓલિમ્પિક અભિયાનમાં એક સીમાચિહ્નરૂપ ક્ષણ માટે અભિનંદન આપું છું. કારણ કે, આપણે વધુ સમાવિષ્ટ અને આશાસ્પદ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ. આઇઓસીમાં મારા સાથીદારો સાથે પરામર્શ કરીને બનાવેલું ઈંઘઅનું સંશોધિત ડ્રાફ્ટ બંધારણ મને ખૂબ આશાવાદી બનાવે છે. ખાસ કરીને ભારતીય રમત ગમતના વહીવટમાં એથ્લેટ્સ અને મહિલાઓ માટે વધુ પ્રતિનિધિત્વ અંગે લેવાયેલા પગલાં માટે. 2023 ભારતના ઓલિમ્પિક અભિયાન માટે મહત્ત્વનું વર્ષ છે. કારણ કે, ભારત મુંબઈમાં ઈંઘઈ સેશનનું આયોજન કરશે. ભારત ઈંઘઈ સત્રનું આયોજન કરશે એવું 40 વર્ષમાં પહેલીવાર બની રહ્યું છે. અને તે ભારતની ઓલિમ્પિક સફરમાં એક મહત્વપૂર્ણ પગલું છે. નવા ડ્રાફ્ટ બંધારણીય સુધારા પર વધુ ટિપ્પણી કરતાં તેમણે કહ્યું કે, હું દૃઢપણે માનું છું કે આ સુધારા ભારત માટે રમતગમતમાં આપણી સાચી ક્ષમતા હાંસલ કરવાનો માર્ગ મોકળો કરશે.
2023માં ઈંઘઈ સત્રની યજમાની માટે ભારતની ઉમેદવારી નોંધાવવા માટે એક પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. જ્યાં ભારતને 40 વર્ષના સમયગાળા પછી લગભગ સર્વસંમતિથી યજમાનીના અધિકારો આપવામાં આવ્યા હતા. આઇઓસીનું સત્ર કમિટીના સભ્યો, ઇન્ટરનેશનલ ફેડરેશન પ્રતિનિધિઓ અને ઓલિમ્પિક ચળવળના અન્ય મુખ્ય હિસ્સેદારોની યજમાની કરશે અને ભારતને આપણી રમતગમતની મહત્વાકાંક્ષા વિશ્વ સમક્ષ રજૂ કરવાની મહત્વપૂર્ણ તક પૂરી પાડશે.