હાઈકોર્ટની સ્પષ્ટ સૂચના બાદ પણ નકટાં અધિકારીઓ રખડતાં ડોર પકડતાં નથી
માર્કેટીંગ યાર્ડના કમિશન એજન્ટ રસિકભાઈ ઠકરાર સવારે દૂધ લેવા જતાં હતા ત્યારે ગાયે ઢીંક મારી ઉલાળ્યા: લોકોએ બચાવવાનો પ્રયાસ પણ કર્યો’તો, પરંતુ ગાયે લાતો મારવાનું ચાલુ રાખ્યું અને ગંભીર ઇજા થતાં વૃદ્ધનું મોત નીપજ્યું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
શહેરના મુખ્ય માર્ગો પર રખડતાં ઢોરનો ત્રાસ વધી ગયો છે. રખડતાં પશુઓ અડીંગો જમાવી રોડ પર બેસી જતા હોય છે જેથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠતા હોય છે પરંતુ આ બાબતે રાજકોટ મહાપાલિકા દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. ઢોરના પ્રશ્ને કોઈ કડક કાર્યવાહી કરવામાં નહી આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રખડતાં પશુઓ રોડ પર આવીને બેસી જતા હોય છે તેથી વાહન ચાલકોને રોડ પરથી પસાર થવુ મૂશ્કેલ બની રહ્યું છે.
લોકોનો જીવ જાય તો પણ નઘરોળ તંત્ર અને રાજકારણીઓ કશું જ કરવા માંગતા નથી
- Advertisement -
રખડતાં ઢોરના પ્રશ્ને મહાપાલિકામાં વારંવાર રજુઆત થયા બાદ તંત્ર જાગે છે અને દેખાડા પુરતી કામગીરી કરવામાં આવતી હોય છે. ત્યારે ગઈ તા.8/11ના રોજ રાજકોટના સાધુ વાસવાણી રોડ પર આવેલા ગોપાલ ચોક પાસે ત્રિલોક પાર્કમાં રહેતા લોહાણા વૃદ્ધને નિવેદિતા સોસાયટીમાં ગાયે ઢીંક મારી ઉલાડતા વૃદ્ધને માથે અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી અને તેઓને તુરંત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ત્યાં ફરજ પરના તબીબે વૃદ્ધને મૃતજાહેર કર્યા હતા.વૃદ્ધ રસિકભાઈ વહેલી સવારે ચાલીને દૂધ લેવા જતા હતા.
ત્યારે ગોપાલ ચોક નજીક નિવેદિતા સોસાયટીમાં પહોચતા બનાવ બનવા પામ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.આ અંગે યુનિવર્સિટી પોલીસે કાગળો કર્યા હતા. બનાવની વધુ વિગતો મુજબ, સાધુ વસવાણી રોડ પર ત્રિલોક પાર્કમાં રહેતા રસિકભાઈ મોરારજીભાઈ ઠકરાર(ઉ.વ.76) નામના વૃદ્ધ ગઈ તા.8/11ના વહેલી સવારે નિત્યક્રમ મુજબ દૂધ લેવા માટે ઘર નજીક નિવેદિતા સોસાયટીમાં આવેલી દુકાન પર જતા હતા ત્યારે ભૂરાઈ થયેલી ગાયે ઢીક મારતા આજુ બાજુમાં વોકિંગ કરવા નીકળેલા લોકો એકઠા થઇ ગયા હતા અને રસિકભાઈને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગાયએ પગથી લાતો મારવાનું ચાલુ રાખ્યું હતું અને રસિકભાઈને શરીરે ગંભીર ઇજાઓ કરી હતી.તેઓ બેભાન થઈ ગયા હતા અને ત્યાં વધુ માણસો એકઠા થઇ જતા ગાયને ભગાડી મુકી હતી. તેમજ રસિકભાઈને ગંભીર હાલતમાં પરિવારે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેઓનું સારવારમાં મોત નીપજ્યું હતું.
પરિવારના જણાવ્યા મુજબ, રસિકભાઈને સંતાનમાં બે પુત્ર બે પુત્રી છે.પોતે જમીન મકાન લે વેંચનું કામ કરતા હતા અને માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટનું કામ કરતા હતા તેમજ તેઓના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે. આ અંગે યુનિવર્સિટી પોલીસના હેડકોન્સ્ટેબલ અલ્પેશભાઈએ મૃતક રસિકલાલના પુત્ર વૈભવભાઈ (ઉ.વ.36)ની ફરિયાદ પરથી એક કાળા કલરની ગાયના માલીક વિરુદ્ધ કલમ 289 તથા જીપીએકટ કલમ 90(એ) હેઠળ કાર્યવાહી કરી હતી. રાજકોટ પોલીસે ગાયના માલીક વિરુદ્ધ ગુન્હો નોંધતા સૌ પ્રથમવાર આવી ફરિયાદ નોંધી એક દાખલો બેસાડવામાં આવ્યો છે.
મૃતકનાં પુત્રએ અધિકારીઓ, શાસકોને અને ઢોર રખડાવનારને ઝાટક્યાં તેનો વિડીયો જોવા અહીં ક્લિક કરો…