ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.30
આગમી સમયમાં ચારધામ ની યાત્રા શરૂ થશે. જેનાં ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયા છે. હવે યાત્રીઓની સંખ્યા અને પર્યટન મંત્રી નિવેદન જાહેર કર્યું જેમાં ઉત્તરાખંડના પર્યટન સચિવ સચિન કુર્વેએ રવિવારે ચારધામના તીર્થયાત્રીઓને કહ્યું કે તીર્થયાત્રીઓની સંખ્યા મર્યાદિત નથી, માત્ર ધોરણો નક્કી કરવામાં આવ્યા છે.
- Advertisement -
જે તીર્થયાત્રીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેમાં યમુનોત્રી ધામમાં 9,000, ગંગોત્રીમાં 11,000, કેદારનાથમાં 18,000 અને બદ્રીનાથ ધામમાં 20,000 તીર્થયાત્રીઓનું ધોરણ નક્કી કરવામાં આવ્યું છે. આમાં ઑફલાઇન મુસાફરોનો સમાવેશ થતો નથી. આ સીમિત સંખ્યા ઉપરાંત જેમણે ઓફલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેમને પણ યાત્રામાં સામેલ કરવામાં આવશે. પ્રવાસન સચિવે સ્પષ્ટ કર્યું કે સ્થાનિક લોકોને રજીસ્ટ્રેશનના દાયરાની બહાર રાખવામાં આવ્યા છે. મેના પ્રથમ સપ્તાહમાં મુસાફરોની સુવિધા માટે હરિદ્વાર અને ઋષિકેશમાં ઑફલાઇન નોંધણી કેન્દ્રો ખોલવામાં આવશે.
જે પ્રવાસી ઓનલાઈન નોંધણી કરી શકતા નથી તેઓ ઓફલાઈન નોંધણી કરી શકશે.ટોકન સિસ્ટમ અંગે યાત્રાધામના પૂજારીઓ વતી જણાવાયું હતું કે યાત્રિકોને પૂરતો સમય આપવામાં આવે જેથી તેઓ ભગવાનના દર્શનની સાથે નજીકના તીર્થસ્થળોની મુલાકાત લઈ શકે. બદ્રીનાથમાં ટોકન સિસ્ટમ સફળ રહી ન હતી.
યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવતા યાત્રિકોની સંખ્યા મર્યાદિત કરવા માટે પૂજારીઓ અને ચારધામ હોટલ એસોસિએશન દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. આ પછી સોમવારે એક બેઠક યોજાઈ હતી. ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં ઓફલાઈન પેસેન્જરોને સામેલ કરવામાં આવશે નહી તેવું કહેવામાં આવ્યું હતું. બીજી તરફ પુજારીઓએ પણ માસ્ટર પ્લાનથી ઊભી થતી સમસ્યાઓ દૂર કરવા માંગ કરી હતી. તેમની દલીલ હતી કે બદ્રીનાથ-કેદારનાથમાં ઘણા કામો થઈ રહ્યા છે જેના કારણે મુખ્ય રસ્તાઓ ક્ષતિગ્રસ્ત છે.