ગંદકીના ન્યુસન્સ પોઈન્ટમુક્ત રાજકોટ અભિયાન મેયર ડૉ.પ્રદિપ ડવ દ્વારા શરૂ કરાયેલ:
દેશના માન.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ “સ્વચ્છ ભારત મિશન” ચાલી રહ્યું છે. રાજકોટ શહેર પણ સ્વચ્છ બને અને સ્વચ્છતા સર્વેક્ષણમાં શહેર નંબર-૧ પર આવે તે આપણા સૌની જવાબદારી છે. રાજકોટ સ્માર્ટ સિટી બનવાની સાથોસાથ સ્વચ્છ, સુંદર અને રળિયામણું પણ બને તે વધુ ઇચ્છનીય છે.
ગંદકીના ન્યુસન્સ પોઈન્ટમુક્ત રાજકોટ બંને તે માટે મેયર ડૉ.પ્રદિપ ડવ તથા સેનિટેશન સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભરએ કોર્પોરેટરો, શહેરીજનો, અધિકારીઓ/કર્મચારીઓના સહયોગથી અભિયાન શરૂ કરેલ છે.
- Advertisement -
આ અભિયાન અંતર્ગત તા.૨૮/૦૭/૨૦૨૧ના રોજ નાના મવા રોડ ખાતે આવાસ યોજના તથા દેવનગર ન્યુસન્સ પોઈન્ટની મેયર ડૉ.પ્રદિપ ડવએ સ્થળ મુલાકાત લીધેલ. આ સ્થળ મુલાકાતમાં ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, દંડક સુરેન્દ્રસિંહ વાળા, સેનિટેશન સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, કોર્પોરેટર બિપીનભાઈ બેરા, દર્શનાબેન પંડ્યા, પ્રીતિબેન દોશી તેમજ મહેશભાઈ રાઠોડ, રઘુભાઈ ધોળકિયા, કિરણબેન માંકડિયા, તેજસભાઈ જોષી, કાથળભાઈ ડાંગર, જયસુખભાઈ મારવીયા વિગેરે તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પર્યાવરણ ઈજનેર નિલેષ પરમાર, નાયબ પર્યાવરણ ઈજનેર તુવર, સેનિ. ઓફિસર વ્યાસ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ ન્યુસન્સ પોઈન્ટ ખાતે ગંદકી કે કચરો જમા ન થાય તેમજ નિયમિત સફાઈ થાય તેમજ આજુબાજુ રહેતા લોકોમાં જાગૃતતા આવે તે માટે પત્રિકા વિતરણ કરવામાં આવેલ. આગામી સમયમાં ન્યુસન્સ પોઈન્ટ ક્રમશઃ ઘટાડો થાય તે માટે પદાધિકારી ઓએ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓને સુચના આપી હતી. તેમજ વોર્ડ નં.૦૮ના નાના મવા રોડ ખાતે આવાસ યોજના તથા દેવનગર વિસ્તારોમાં કચરો ટીપરવાનને જ આપવા અંગે વિસ્તારના લોકોને સમજાવવામાં આવેલ. આ ન્યુસન્સ સ્થળે કચરો ન ફેંકવા અંગેના જાગૃતતા માટે બેનર પણ લગાડવામાં આવેલ.
- Advertisement -
શહેરને સ્વચ્છ અને રળિયામણું બનાવવા તમામ નગરજનોએ સાથ-સહકાર આપવા અંતમાં મેયર તથા સેનિટેશન ચેરમેન એ અપીલ કરેલ છે.