પાકિસ્તાનનું સિંધ પ્રાંતમાં થયું ગેરકાયદેસર ધર્મ પરિવર્તન: સિંધ પ્રાંતમાં મંત્રીના દીકરાની હાજરીમાં કાર્યક્રમ
પાકિસ્તાનમાં હિંદુઓનું ધર્મ પરિવર્તન રોકાવાનું નામ નથી લઈ રહ્યું. હવે સિંધ પ્રાંતના મીરપુર ખાસમાં રહેતા 50 પરિવારોના ઓછામાં ઓછા 50 હિંદુઓનું ઈસ્લામમમાં ધર્મપરિવર્તન કરાવાયું છે. દાવો કરાઈ રહ્યો છે કે, ગરીબ હિંદુઓને રૂપિયા સહિત બીજી જરૂરી સુવિધાઓની લાલચ આપવામાં આવી. એટલું જ નહીં, આ સમયે પાકિસ્તાન સરકારના એક મોટા મંત્રીનો દીકરો પણ ઉપસ્થિત હતો. પાકિસ્તાનનો સિંધ પ્રાંત પહેલેથી જ ધર્મ પરિવર્તનને લઈને બદનામ છે. તેમ છતાં પાકિસ્તાનની સરકાર ગેરકાયદેસર ધર્મ પરિવર્તન રોકવા અને લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવા માટે કંઈ નથી કરી રહી. એ જ કારણ છે કે, આઝાદી પછીથી પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતીઓની સંખ્યા દિવસે ને દિવસે ઓછી થતી જઈ રહી છે.
રિપોર્ટ મુજબ, મીરપુરખાસ ડિવીઝનના જુદા-જુદા ક્ષેત્રોમાં રહેતા પરિવારોના ઓછામાં ઓછા 50 સભ્યોએ ઈસ્લામ કબૂલ કર્યો છે. આ ધર્મ પરિવર્તનને એક સ્થાનિક મદરેસા બૈતુલ ઈમાન ન્યૂ મુસ્લિમ કોલોનીમાં આયોજિત કરાયો હતો. તેમાં પાકિસ્તાનના ધાર્મિક બાબતોનો મંત્રી સીનેટર મુહમ્મદ તલ્હા મહમૂદનો દીકરો મોહમ્મદ શમરોઝ ખાન પણ હાજર રહ્યો હતો. આ કાર્યક્રમના આયોજક અને સિંધમાં ધર્મ પરિવર્તનનું રેકેટ ચલાવતા કારી તૈમૂર રાજપૂતે પુષ્ટિ કરી છે કે, 10 પરિવારોએ મુસ્લિમ ધર્મ અપનાવી લીધો છે.