ચૂંટણી કામગીરીમાં જોડાયેલા તમામ કર્મચારીઓએ મતદાનની પવિત્ર ફરજ નિભાવી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
- Advertisement -
જૂનાગઢ આગામી તા.7 મેના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે મતદાન યોજાનાર છે. ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા અધિકારીઓ – કર્મચારીઓએ જૂનાગઢ મામલતદાર કચેરી ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. જેમાં રેન્જ આઈજી નિલેશ ઝાંઝડીયા, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, જૂનાગઢ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, નાયબ પોલીસ અધિક્ષક, મામલતદાર સહિતના અધિકારીઓએ પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં પવિત્ર ફરજ નિભાવી હતી તેની સાથે લોકશાહીના મહાપર્વમાં પ્રત્યેક મતદાર વધુમાં વધુ મતદાન કરે અને લોકશાહીના મૂલ્યને સમજી મતદાન કરે તેવી અપીલ પણ કરવામાં આવી હતી.