એવી માન્યતા છે કે સોમવારના દિવસે શિવલિંગ પર અમુક ખાસ વસ્તુઓ અર્પિત કરવાથી ભોલેનાથને પ્રસન્ન કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે
સોમવારનો દિવસ મહાદેવની પૂજાનો દિવસ છે. આજના દિવસે કરવામાં આવેલા અમુક ઉપાય શિવજીને પ્રસન્ન કરે છે અને ભક્તો પર કૃપા વરસાવે છે. કહેવાય છે કે જે ભક્તો પર મહાદેવની કૃપા વરસે છે. તેમના જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા નથી આવતી. સાથે જ તે લોકો માલામાલ થઈ જાય છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર ભોલેનાથ પોતાના ભક્તોથી જલ્દી પ્રસન્ન થાય છે.
- Advertisement -
શિવલિંગ પર કેટલીક વસ્તુઓ અર્પણ કરવાનું ખાસ મહત્વ
એવી માન્યતા છે કે સોમવારના દિવસે શિવલિંગ પર અમુક ખાસ વસ્તુઓ અર્પિત કરવાથી ભોલેનાથને પ્રસન્ન કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે. તો આજો જાણીએ સોમવારના દિવસે શું કરવું જોઈએ અને શું નહીં.
સોમવારના દિવસે કરો આ ઉપાય
- Advertisement -
સોમવારના દિવસે શિવ મંદિર જાઓ અને શિવલિંગ પર બિલિપત્ર, અક્ષત, ચંદન, ધતૂરા અને આકડાના ફૂલ અર્પિત કરો. તેનાથી ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને ભક્તોની બધી મનોકામના પૂર્ણ કરે છે.
-જો તમે કુંડળીમાં અશુભ ગ્રહો જેમ તે રાહુ-કેતુના પ્રભાવોને ઓછો કરવા માંગો છો તો આ દિવસે જળમાં કાળા તલ મિક્સ કરીને ભોલેનાથને અર્પિત કરો.
-જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોની રાશિમાં શનિ, રાહુ-કેતુનો પ્રભાવ હોય છે. તેમને કાળા તલનો દિવો કરવાથી લાભ થાય છે.
-સોમવારના દિવસે ઘીનો દીવો કરવાથી આખુ વર્ષ પૈસાની કમી નહીં થાય. ઘીના દિવા ભગવાન ભોલેનાથના સામે કરવાથી તે ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે.
-સોમવારના દિવસે સ્નાન કરી શિવ મંદિર કે ઘરના મંદિરમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ 108 વખત કરો.
-સોમવારના દિવસે શિવાલયમાં શિવલિંગ પર બિલિ પત્ર, અક્ષત, ચંદન, ધતુરા અને આંકડાના ફૂલ અર્પિત કરો. તેનાથી પણ ભગવાન શિવ પ્રસન્ન થઈને ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે.