એવું મનાય છે કે આજે ઉત્પન્ના એકાદશીના દિવસે દેવી એકાદશીની ઉત્પત્તિ થઈ હતી. આ દિવસે ભગવાન વિષ્ણુની ખાસ પૂજા કરવાનું મહત્ત્વ રહેલું છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. આ દિવસે કઈ વસ્તુઓનો ભોગ લગાવવાથી મળશે લાભ ચાલો જાણીએ.
ઉત્પન્ના એકાદશી પર શેનો લગાવશો ભોગ
આજે ઉત્પન્ના એકાદશી પર વ્રત રાખવાનું ખાસ મહત્ત્વ છે. આજે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને આનંદમય વાતાવરણ બની રહે છે. ત્યારે આજે અમુક વિશેષ વસ્તુઓનો ભગવાનને ભોગ લાગવો જોઈએ જેનાથી ઘરમાં સુખ અને સમૃધ્ધિ બની રહે.
- Advertisement -
પીળા રંગની વસ્તુઓ
ભગવાન વિષ્ણુને પીળા રંગની વસ્તુઓ વધારે પસંદ છે. એવામાં પીળી વસ્તુઓને પૂજામાં લેવી વધારે શુભ માનવામાં આવે છે. ઉત્પન્ના એકાદશીના દિવસે પીળી વસ્તુ જેવી કે કેળાં કે પીળા રંગની મીઠાઇનો ભોગ ધરાવવો જોઈએ.
પંચામૃત
ઉત્પન્ના એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પંચામૃત અવશ્ય ચડાવવું જોઈએ. પંચામૃત દૂધ, દહી, મધ, ઘી અને ખાંડથી બને છે. આમ કરવાથી ભગવાન વિષ્ણુ તમારી બધી ઈચ્છા પૂરી કરશે અને તમારી ઈચ્છા પૂરી કરશે અને ધનલાભ પણ કરાવશે. એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે ભોગમાં તુલસીનો ખાસ ઉપયોગ કરવો જોઈએ કારણકે વિષ્ણુ ભગવાનનો ભોગ તુલસી વગર અધૂરો છે.
નારિયેળ
નારિયેળને ભગવાન વિષ્ણુનું પ્રતિક માનવામાં આવે છે. ઉત્પન્ના એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને નારિયેળ ચડાવવાથી ઘરમાં સકારાત્મકતા સાથે સંતાન પ્રાપ્તિ પણ થાય છે.
- Advertisement -
પંચમુખી દીવો
એકાદશીને દિવસે પંચમુખી દીવો કરવાથી ભક્તિ, સફળતા, મોક્ષ, પુણ્ય અને કર્મોના ફળના માર્ગનું પ્રતિક માનવામાં આછે છે આથી આજે ભગવાનને ખાસ પંચમુખી દીવો કરવો જોઈએ.
આ દિવસે બીજું ખાસ શું કરવું
ઉત્પન્ના એકાદશીનું વ્રત રાખો અને પૂજા અને ભજન-કીર્તન કરો. આ દિવસે ગરીબોને પૈસા ને કપડાંનું દાન કરો. પૂજાને અંતે પ્રસાદમાં પીળા ફળ કે મીઠાઇ ધરાવો. અને ભોગ ધરાવતી વખતે ખાસ તેમાં તુલસી પત્રનો સમાવેશ કરો.