11 વર્ષ પછી ધારાસભ્યોનો પગાર વધારવાનો નિર્ણય : દિલ્હી સરકાર
રાષ્ટ્રપતિની મંજૂરી પછી દિલ્હી વિધાનસભાના પગાર અને ભથ્થા રૂ. 54,000 થી વધીને રૂ. 90,000 થશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
દિલ્હી વિધાનસભાએ સોમવારે દેશમાં સૌથી ઓછો પગાર મેળવતા પોતાના ધારાસભ્યોના પગાર અને ભથ્થાઓમાં 66 ટકાથી વધુનો વધારો કરવા સંબધિત બિલને મંજૂરી આપી હતી. પ્રધાનો, ધારાસભ્યો, મુખ્ય દંડક, અધ્યક્ષ-ઉપાધ્યક્ષ અને વિપક્ષના નેતાના પગારમાં વૃદ્ધિ માટે પાંચ અલગ અલગ બિલ રજૂ કરવામાં આવ્યા હતાં. જેને સભ્યોને મંજૂરી આપી હતી.
હવે આ બિલ અંતિમ મંજૂરી માટે રાષ્ટ્રપતિ સમક્ષ મોકલવામાં આવશે. મેંહસૂલ પ્રધાન કૈલાશ ગેહલોત સોમવારે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે 11 વર્ષ પછી ધારાસભ્યોનો પગાર વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ દરમિયાન દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે પ્રતિભાશાળી લોકોને રાજકારણમાં લાવવા માટે પુરસ્કાર પણ હોવું જોઇએ.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે હાલમાં દિલ્હી વિધાનસભાના ધારાસભ્યોને પગાર અને ભથ્થાનાસ્વરૂપમા 54000 રૂપિયા મળે છે. જે રાષ્ટ્રપતિની મંજૂરી પછી વધીને 90,000 રૂપિયા થઇ જશે.