ભયથી ભરેલો માહોલ, કુટુંબના રક્ષણ, પાલન પોષણની જવાબદારી વગેરે બાબતથી કોમનમેન ઘેરાયેલો છે ત્યારે કૃષ્ણના જીવન ચરિત્રમાંથી પ્રેરણા લઇ સમાજમાં દરેક તબકકે જ્યાં જ્યાં કૃષ્ણ નીતિની જરૂર પડે તે મુજબ વર્તીએ તો દૂનિયાની કોઇ તાકાત આપણા હકક છીનવી ન શકે કે ભયભીત ન બનાવી શકે
મિત્ર, પુત્ર, રાજા, પરિવાર આ તમામ સાથેના સંબંધોમાં શ્રીકૃષ્ણ નીતિ આદર્શ સમાન
- Advertisement -
બાલ ક્રિષ્નાથી લઇને દ્વારીકાના રાજા સુધીનો તેમને જીવન કાળ અને એ જીવનકાળમાંથી મળતો સંદેશ અને સંદેશનો એક અંશ માત્ર પણ જો આપણામાં પ્રવેશે તો આધુનિક યુગની વિટંબણાથી બહાર નિકળવાનો માર્ગ સારી રીતે મળી આવે એમ છે
જન્માષ્ટમીની ઉજવણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. બે વર્ષના કોરોના કાળ બાદ લોકોના તન-મનમાં અનેરો ઉત્સાહ છે ત્યારે અનેક પ્રકારની વિટંબણાઓમાં અટવાયેલા માનવ સમાજ માટે ભગવાન શ્રી કૃષ્ણનું જીવન-કવન તમામ સમસ્યાઓના રામબાણ ઈલાજ સમાન છે. આવો “ખાસ ખબર”ના સંગાથે ભગવાન રણછોડની જીવન જીવવાની નીતિને સમજવાનો પ્રયાસ કરીએ.
શ્રાવણ વદ આઠમની મધ્યરાત્રીએ મથુરાની જેલમાં જન્મેલા અને પ્રભાસપાટણના પ્રાંગણમાં પોતાની જીવન લીલા સંકેલી સ્વધામગમનના સમય દરમ્યાન ભગવાન શ્રીકૃષ્ણના વિવિધ સ્વરૂપો આપણને જોવા મળે છે. ભગવાન શ્રીકૃષ્ણનું ચરત્ર આપણને જીવનના દરેક તબકકામાં કંઇન નવીન સંદેશ આપે છે. બાલ ક્રિષ્નાથી લઇને દ્વારીકાના રાજા સુધીનો તેમને જીવન કાળ અને એ જીવનકાળમાંથી મળતો સંદેશ અને સંદેશનો એક અંશ માત્ર પણ જો આપણામાં પ્રવેશે તો આધુનિક યુગની વિટંબણાથી બહાર નિકળવાનો માર્ગ સારી રીતે મળી આવે એમ છે.
- Advertisement -
કનૈયાના બાળ સ્વરૂપમાં એક નિર્દોષ બાળકની નટખટતા તેમાથી ઝલકતી સચ્ચાઇ, પાલક માતા પ્રત્યેની તેમજ ભાઇ બલરામ પ્રત્યેની અતુટ ભાવના, ગોપીઓ સાથે મુગ્ધાવસ્થામાં સાચો અલૌકક પ્રેમ અને એ પ્રેમમાં નિતરતી દવ્યતા માનવજીવનને મુગ્ધ કરી દે છે. બાળ ગોપાલો સાથે ખેલાતી નિર્દોષ રમત અને એ રમત-રમતમાં પણ કાલીનાગ જેવા દુષ્ટને કોઇપણ દૈવી તત્ત્વનો લોકોમાં આભાસ થવા દેવા વગર જ એક સામાન્ય બાળકની પેઠે દુષ્ટ નાગને તગેડી મુકી લોકોને યાતનામાંથી છોડાવે છે. જ્યારે ગોકુળ ઉપર વરસાદી કહેર છવાઇ જાય છે ત્યારે આ યુગપુરુષ પોતે સર્વ કરવા સમર્થ હોવા છતાંએ લોકભાગીદારીથી અર્થાત ગોવાળિયાઓ તેમજ ગામ લોકોને સાથે રાખી લાકડીના ટેકાથી ગોવર્ધન પર્વત ઉચકી માનસિકતાને મજબુત કરવા મનોવૈજ્ઞાનિક ઢબથી ગોવર્ધન પર્વત નીચે શરણ મેળવ્યું હતું.
ભગવાન શ્રી રામ અને શ્રીકૃષ્ણ ભારતીય લોકોના આદર્શ ચિત્ર રહેલા છે. મર્યાદા પુરૂષોતમ શ્રી રામ અને પૂર્ણપુરુષોતમ શ્રી કૃષ્ણના સિધ્ધાંતોમાં પણ સમયાનુસાર ઘણો ફેર જોવા મળે છે.
પોતાની સાથે બુરુ કરનારે વિશાળ હૃદયે માફી આપતા રામ કૃષ્ણાવતારમાં ‘હણે તેને હણવામાં પાપ નથી’ના ઉદ્દેશ્યને ચરતાર્થ કરે છે. પછી તે હણનાર નજીકના સ્વજન જ કેમ ન હોય તેના ઉત્તમ ઉદાહરણમાં માસી પુતના, મામા કંસ અને છેવટે પોતાના દ્વારા જ પોતાના કુળમાં યાદવાસ્થળીથી વંશનો નાશ કરવામાં આવ્યો હતો. સાથે-સાથે કૃષ્ણની આધુનિક વિચારધારા પણ આજના યુગમાં કામ આવે એવી છે જ્યારે પોતાની જ બહેન સુભદ્રા અને અર્જુનના ગાંધર્વ વિવાહ અને તેને ભગાડવામાં કૃષ્ણએ ખૂદ મદદ કરી હતી જ્યારે આજના યુગમાં પ્રેમ લગ્ન કરનાર યુવક-યુવતિના માત-પિતાઓ કે વડીલો એક બીજાનો જીવ લેવામાં ઓછા નથી ઉતરતા ત્યારે પ્રાચીન કાળમાં કૃષ્ણ દ્વારા આધુનિક અભિગમ અપનાવવામાં આવ્યો હતો.
કૃષ્ણ ચરત્રની સૌથી વધુ અસરકારક ભૂમિકા મહાભારત કાળમાં થઇ. જ્યારે પોતાના જ નજીકના સગા એવા કૌરવો અને પાંડવો વચ્ચે જ્યારે જમીન માટે મહાભારતનું યુધ્ધ સર્જાયું એ પહેલા એક રાજનીતિજ્ઞે જે પ્રયત્નો કરવા જોઇએ એ બનતા તમામ પ્રયત્નો કર્યા અને છેવટે પણ જ્યારે પુત્ર મોહથી અંધ ધૃતરાષ્ટ્ર મંડળી તસુભાર પણ જમીન પાંડવોને આપવા ઇન્કાર કર્યો ત્યારે પોતાના હકક માટે લડવાની અને મરી મિટવાની પ્રેરણા સાથે પાંડવોને પ્રેરત કર્યા, પાંડવો કયારેય યુદ્ધ ઇચ્છતા ન હતા એ તો ત્યાગની ભાવના સાથે પોતે પોતાનું સર્વસ્વ કૌરવોને દાનમાં આપવા તત્પર હતા એવા સમયે હકક માટેની લડાઇ અને સ્વમાનના કાજે અને દ્રૌપદીની લાજ (પોતાના કુળની સ્ત્રીના અપમાનનો બદલો પણ કહી શકાય) માટે પાંડવોની શક્તિને જાગ્રત કરી યુદ્ધનો શંખનાદ ફંકયો હતો. અને યુદ્ધના પડઘે તે પાંડવો કે કૌરવોના પક્ષે નહીં પણ સત્યના પક્ષે રહ્યા હતાં. આથી જ પાંડવ સેનામાં રાક્ષસી તત્વોનો નાશ ભગવાને પોતાની યુક્તિ પ્રયુક્તિથી કરવાવ્યો જેમકે ઘટોત્કચ, અભિમન્યુ વગેરે યુક્તિ પ્રયુક્તિ દ્વારા મોક્ષ અપાવ્યો હતો. ગમે તેવા વીર યોધ્ધાને શાંત પાડવો અને માનસક રીતે હતાશ થયેલાની શક્તિમાં નવા પ્રાણ ફંકવાની શક્તિ તેઓ કોઇપણ પ્રકારના દવ્ય રુપ વિના માનવ સહજ સ્વભાવથી કરી આજના યુગમાં પ્રેરણા પુરી પાડે છે. પોતાના સ્વજનોને જોઇ નિરાશ અર્જુનને ‘ગીતા સંદેશ’ના ઉત્તમ જ્ઞાનથી પોતાના ધર્મ અને કર્મના એક સામાન્ય માણસની પેઠે સિદ્ધાંતો સમજવા અને જ્યારે જરૂર પડી ત્યારે પોતાનું દવ્ય સ્વરૂપ પણ બતાવીને સાબિત કરી આપ્યું. જો માટે કરવું હોય તો આટલી વાર લાગે પરંતુ જે જેના હાથે નિમિત્ત છે તે થવું જ જોઇએ એવો ઉત્તમ સંદેશ આમાં સમાયેલો છે.
પોતાના જીવનના છેલ્લા ચરણોમાં દ્વારકા ખાતે રાજધર્મ પણ નિભાવ્યો અને પોતાના પરવારજનોના દુષ્કૃત્યોથી દુખી થતા પોતાના કુળનો નાશ એટલા માટે કર્યો કે આ બદી વ્યાપક ન ફેલાય અને છેવટે એક પારધીને નિમિત્ત બનાવી પ્રભાસપાટણ (સોમનાથ-વેરાવળ ભાલકા તિર્થ) ખાતે જીવનલીલા પૂર્ણ કરી. આજનો યુગ ખુબ જ અંધાધૂંધી, ભ્રષ્ટાચાર, ત્રાસવાદ, છિન્નભિન્ન કુટુંબપ્રથા, ભાઇ-ભાઇમાં વેરઝેર, કોઇને દબાવીને લઇ લેવાની વૃત્તિ, અને સૌથી મહત્વનું કે સામાન્ય માણસની કરેલી લાગણી, દબાયેલો અવાજ, પોતાની લાગણી રૂંધાતી હોય એવું સતત લાગ્યા કરે છે, પોતે જે નથી ઇચ્છતો છતાંએ કરવું પડે છે. ભયથી ભરેલો માહોલ, કુટુંબના રક્ષણ, પાલન પોષણની જવાબદારી વગેરે બાબતથી કોમનમેન ઘેરાયેલો છે ત્યારે કૃષ્ણના જીવન ચરત્રમાંથી પ્રેરણા લઇ સમાજમાં દરેક તબકકે જ્યાં જ્યાં કૃષ્ણ નીતિની જરૂર પડે તે મુજબ વર્તીએ તો દૂનિયાની કોઇ તાકાત આપણા હકક છીનવી ન શકે કે ભયભીત ન બનાવી શકે. કૃષ્ણ હવે વાંસળીવગાડતા કે ચક્રધારણ કરતા અવતરવાના નથી પરંતુ આપણે પોતે જ કૃષ્ણ નીતિના સથવારે આપણો જીવન વ્યવહાર ઘડી કુટુંબ, સમાજ તેમજ દેશ માટે સર્વસ્વ લુંટાવવાની તૈયારી બતાવવી પડશે.