ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ (છઞઉઅ) દ્વારા કણકોટ ગામની સામે આવેલ મારુતિ સોસાયટીના એપ્રોચ રોડનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ રોડનું કામ રૂ. 13 લાખના ખર્ચે કરવામાં આવશે, જેનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ પ્રસંગે બેડી જિલ્લા પંચાયત સીટના પ્રતિનિધિ શ્રી રાજાભાઈ ચાવડા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કેયુરભાઈ ઢોલરીયા સહિત અગ્રણીઓ જેવા કે શ્રી જીતુભાઈ દાફડા, શ્રી મનોજભાઈ ચૌહાણ, શ્રી મેહુલભાઈ અને શ્રી મિતભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ગ્રામજનો અને છઞઉઅના અધિકારીઓ પણ આ વિકાસ કાર્યના પ્રારંભ પ્રસંગે હાજર રહ્યા હતા. આ એપ્રોચ રોડ બનવાથી મારુતિ સોસાયટીના રહીશોને અવરજવર માટે મોટી રાહત મળશે.



