આયોજકોની મહિલા ટીમ આજરોજ ‘ખાસ-ખબર’ કાર્યાલયની મુલાકાતે આવી હતી
દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ અને ધમસાણીયા પરિવાર આયોજિત વ્હાલુડીના વિવાહના જાજરમાન લગ્નોત્સવનો તૈયારીનો ધમધમાટ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
દેશ-વિદેશમાં જાણીતું દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ અને સંજયભાઈ ધમસાણીયા પરિવાર દ્વારા માતા-પિતા વિહોણી કે પિતાની છત્રછાયા ગુમાવેલ એક દિવ્યાંગ સહિત 23 દીકરીઓ વહાલુડીઓનો ઐતિહાસિક જાજરમાન શાહી લગ્નોત્સવ વહાલુડીના વિવાહ-7 આગામી તા. 29 ડિસેમ્બર 2024 રવિવારના રોજ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટને આંગણે યોજાનાર છે.
વહાલુડીના વિવાહ-7ની તૈયારીઓ છેલ્લા બે માસથી ચાલી રહેલ છે અને આયોજનમાં કોઈ કચાશ ન રહે, પ્રસંગ ઐતિહાસિક બની રહે, તમામ વહાલુડીઓ રાજી થઈને જાય તે માટે 171થી વધુ કાર્યકર્તા ભાઈઓ-બહેનોની દેવદુર્લભ ટીમ પોતાની બહેન, દીકરીને, નણંદને સાસરે વળાવતા હોય તેવા પવિત્ર ભાવથી ઉત્સાહથી કાર્યરત છે.
વહાલુડીના વિવાહમાં પ્રભુતામાં પગલાં પાડનાર તમામ દીકરીઓને સોઈથી માંડીને સોનાની વસ્તુ તેમજ જીવન જરૂરિયાતની 225 જેટલી વસ્તુઓનો સમૃદ્ધ કરિયાવર આપવામાં આવનાર છે તે આણુ દર્શન કાર્યક્રમ, દીકરીઓનો ડાંડીયા રાસ કાર્યક્રમ, પહેલા થેલેસેમિયા ટેસ્ટ પછી જ સગાઈ કે લગ્નના સૂત્રને સાકાર કરવા તમામ 23 દીકરી-જમાઈના થેલેસેમિયા ટેસ્ટ પણ કરવામાં આવ્યા તેમજ દીકરીનું સાંસારિક જીવન સુખમય બની રહે તે માટેની શીખ આપતો જાણીતા મોટીવેશનલ સ્પીકર ડો. પ્રદીપભાઈ જોબનપુત્રાનો ‘સંબંધોની સાચવણી’ વિષય પર પ્રેરણાદાયી કાર્યક્રમ રાખવામાં આવેલ તેમજ આવનાર દિવસોમાં મહેંદી રસમ, કંકુ પગલાં, દીકરીઓની થીમ પરનો સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ રવિવાર તા. 29-12ના રોજ સમાજના પાંચ હજારથી વધુ સાધુ-સંતો, ધર્માચાર્યો, જાહેર જીવનના અગ્રણીઓ, રાજકીય મહાનુભાવો, ઉદ્યોગપતિઓ, સમાજ શ્રેષ્ઠીઓ અને મોંઘેરા મહેમાનોની હાજરીમાં લગ્નોત્સવ યોજાશે.
- Advertisement -
વહાલુડીના વિવાહ-7નું આયોજન યાદગાર દિવ્ય- ભવ્ય રીતે સંપન્ન થાય, કોઈ પણ બાબત ચૂકી ન જવાય તે માટે માઈક્રો પ્લાનીંગ કરી કાર્યાલય સમિતિ, વાહનવ્યવહાર સમિતિ, સ્વાગત સમિતિ, રજિસ્ટ્રેશન સમિતિ, બ્યુટીપાર્લર સમિતિ, ભોજન સમિતિ, સ્ટેજ સમિતિ, કરિયાવર સમિતિ સહિતના 25 જેટલી કમિટીઓ બનાવી જવાબદારી સોંપવામાં આવેલ છે. તમામ કમિટીમાં શહેરના ઉદ્યોગપતિઓથી લઈને સમાજજીવનના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, તમામ સ્તરના લોકો જોડાયા છે.
તમામ કમિટીમાં કમિટી મેમ્બર તરીકે જીજ્ઞેશ આદ્રોજા, બાબુભાઈ માંગરોલીયા, નીતિનભાઈ ખુંટ, ગીરીશભાઈ પાંભર, જયેન્દ્રભાઈ મહેતા, પરિમલભાઈ પંડ્યા, હસુભાઈ શાહ, નૈષધ વોરા, જીતુભાઈ ગાંધી, વિપુલભાઈ ભટ્ટ, દિનેશભાઈ ગોવાણી, હર્ષદ મહેતા, વીરેન્દ્ર સંઘવી, આર. ડી. જાડેજા, જયપાલસિંહ ઝાલા, અતુલ વોરા, પ્રવિણભાઈ નિમાવત, અરૂણ નિર્મળ, શૈલેષ દવે, સુકેતુ વજરીયા, આશિષ વ્યાસ, ચેતન વોરા, દક્ષિણભાઈ જોષી, શરદ દવે, ડો. ચિરાગ ગાંધી, ડો. દીપક પારેખ, પારસ મોદી, જીજ્ઞેશ પુરોહિત, હરેશ ચૌહાણ, નરેન્દ્રસિંહ ચૌહાણ, રાજદીપ શાહ, પ્રતિક મહેતા, ચેતન મહેતા, સાવન ભાડલીયા, વિમલ પાણખાણીયા, કેતન પારેખ, કેતન મેસવાણી, જયેશ તન્ના, વિજય બાબરીયા, ધર્મેશ તન્ના, પ્રનંદ કલ્યાણી, મનિષ પટેલ, પ્રકાશ ગાંગડીયા, દિપક કલ્યાણી, સાગર પટેલ, ધર્મેશ કલ્યાણી, અમરીશ ગાદેશા, હિતેષ બગડાઈ, હેમિર પરમાર, હેમાંગ કલ્યાણી, હરેશ દોશી, યોગેશ પારેખ, યતિન ધ્રાફાણી, સાવન વાજા, મનોજ અંબાણી, ઉપીન ભીમાણી, ચેતન વ્યાસ, પ્રશાંત ગાંગડીયા, રમેશ ઢોલરીયા, મીહીર ગોંડલીયા, કામેબ માજી, હરેશ દવે, મોન્ટુ પાલીવાલ સહિતના ઉત્સાહી, સમર્પિત, નિષ્ઠાવાન, દેવદુર્લભ કાર્યકર્તાઓ જવાબદારી સુપેરે નિભાવી રહ્યા છે.
વહાલુડીના વિવાહના આયોજનમાં દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના ટ્રસ્ટીઓ, સલાહકાર સમિતિના સભ્યો, કોર કમિટીના સભ્યો, શુભેચ્છકો, સ્વજનો, કારોબારી સભ્યો અને મહિલા કમિટીના તમામ 171 સભ્યોનો સમગ્ર પરિવાર કાર્યરત છે. વહાલુડીના વિવાહના સમગ્ર આયોજનને આખરીઓપ મુકેશભાઈ દોશી, અનુપમ દોશી, સુનિલ વોરા, નલીન તન્ના, કિરીટભાઈ આદ્રોજા આપી રહ્યા છે. વિશેષ માહિતી, પૂછપરછ માટે અનુપમ દોશી 9428233796, સુનીલ વોરા 9825217320, નલીન તન્ના 9825765055નો સંપર્ક સાધવો.
આજરોજ ‘ખાસ-ખબર’ કાર્યાલયની મુલાકાતે ડો. ફાલ્ગુનીબેન બી. કલ્યાણી, ગીતાબેન એ. પટેલ, અલ્કાબેન ડી. પારેખ, ગાર્ગીબેન જી. ઠક્કર, કૌશિકાબેન એમ. જીવરાજાની, ગીતાબેન વોરા, મોસમીબેન એચ. કલ્યાણી, વર્ષાબેન આસોદરીયા, વર્ષાબેન પોપટ, રૂપાબેન એ. વોરા આવેલ હતા.