ખેતરમાં ઊભા પાકને ચરાવી નુકસાન કરતાં ગુનો નોંધાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.26
પાટડી તાલુકાના ઓડુ ગામે રહેતા વિજયભાઈ વાઘાભાઇ અજાણીને પોતાના ખેતરમાં વાવેતર કરેલ જારના પાકને કેટલાક પશુઓ નુકશાન પહોંચાડતા હોવાની જાણ થતા તુરંત ખેતરે જઈ જોતા 18 જેટલી ભેસો ખેતરમાં ઘૂસી જઈ પાચ વિઘામાં વાવેતર કરેલ પાકને નુકશાન પહોંચાડ્યું હોવાનું નજરે પડતા ગ્રામ પંચાયતને જાણ કરી પશુ પુરવા માટેના ડબ્બામાં પશુઓને પૂરી દઈ થોડા સમય બાદ ભેંસોને છોડાવવા માટે નારાયણભાઈ રાતાભાઈ ભરવાડ, લાલાભાઈ સોંડાભાઈ ભરવાડ, જામાભાઈ હેદાભાઈ ભરવાડ, ભલાભાઈ સેંધાભાઈ ભરવાડ તથા હીરાભાઈ કાનાભાઈ ભરવાડ આવેલ હોય જેથી સ્પષ્ટ થયું હતું કે આ નુકશાન પહોંચાડેલ ભેંસો આ પાંચેય પશુ પાલકોની છે જેથી પાંચેય શખ્સો વિરુદ્ધ ખેતરમાં નુકશાન પહોંચાડવા અંગે પાટડી પોલીસ મથકે ગુન્હો નોંધાવી કાર્યવાહી હાથ ધરી હતી.
આ તરફ ખારાઘોઢા ગામે બાબુભાઈ ભલાભાઈ સુરેલા પોતાના ખેતરે જતા ખેતરમાં કેટલાક પશુઓ ઘુસાડી અંદર પાકને નુકશાન કરતાં હોય જેથી આજુબાજુના ખેતર માલિક અને મજૂરોની મદદથી પશુઓને ખેતરમાંથી બહાર કાઢી ગ્રામ પંચાયતના પશુ પુરવા માટેના પાંજરામાં પશુઓ પુરી બાદમાં તપાસ કરતા નુકશાન પહોંચાડેલ પશુઓ મોહનભાઈ મોતીભાઈ ભરવાડ, શિવાભાઈ મશરૂભાઈ રબારી તથા સેલાભાઈ માયાભાઈ ભરવાડના હોય જેથી પશુઓ દ્વારા નુકશાન પહોંચાડવા બદલ ખેતર માલિક દ્વારા ત્રણેય પશુ પાલકો વિરુધ ગુન્હો નોંધાવી કાર્યવાહી હાથ ધરી હતી.



