આઇસીસીએ સોમવારે આગામી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી ટૂરનો મોટા પાયે પ્રારંભ કર્યો, જેનાથી વિશ્વભરના ચાહકોને ભારતમાં રમાનારી ટૂર્નામેન્ટમાંથી પ્રખ્યાત ટ્રોફી જોવાની તક મળી. વર્લ્ડ કપ 2023ની ટ્રોફી પૃથ્વીથી 120,000 ફીટ ઉપરના અંતરિક્ષમાં લોન્ચ કરવામાં આવી હતી. જે બાદ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ટ્રોફીનું અદભૂત લેન્ડિંગ થયું હતું. પૃથ્વીની સપાટીથી 12,000 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા પછી સ્ટ્રેટોસ્ફિયરમાં ટ્રોફી લોન્ચ કરવામાં આવી હતી. સ્ટ્રેટોસ્ફિયર એ પૃથ્વીના વાતાવરણનું બીજું સ્તર છે, જે ટ્રોપોસ્ફિયરની ઉપર અને મેસોસ્ફિયરની નીચે સ્થિત છે.
ટ્રોફીને વિશિષ્ટ બલૂન સાથે જોડવામાં આવ્યા બાદ અને 4k કેમેરાની મદદથી પૃથ્વીની બહાર અવકાશમાં ટ્રોફીની કેટલીક અદભૂત તસવીરો લેવામાં આવ્યા બાદ આ સિદ્ધિ હાંસલ કરવામાં આવી હતી.
- Advertisement -
ICC ODI વર્લ્ડ કપ ટ્રોફીનો પ્રવાસ ભારતમાં 27 જૂનથી શરૂ થશે ટ્રોફી વિશ્વભરમાં પ્રવાસ કરશે અને પછી 4 સપ્ટેમ્બરે યજમાન દેશ ભારતમાં પરત આવશે.
An out-of-this-world moment for the cricketing world as the #CWC23 trophy unveiled in space. Marks a milestone of being one of the first official sporting trophies to be sent to space. Indeed a galactic start for the ICC Men's Cricket World Cup Trophy Tour in India. @BCCI @ICC… pic.twitter.com/wNZU6ByRI5
— Jay Shah (@JayShah) June 26, 2023
- Advertisement -
ક્રિકેટ ભારતને એક કરે છે: જય શાહ
BCCI ના સેક્રેટરી જય શાહે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર વર્લ્ડ કપ ટ્રોફીને અવકાશમાં લૉન્ચ કરવાનો વીડિયો શેર કર્યો છે. શાહે લખ્યું, “ક્રિકેટની દુનિયા માટે એક અનોખી ક્ષણ જ્યારે #CWC23 ટ્રોફીનું અવકાશમાં અનાવરણ કરવામાં આવ્યું. તે અવકાશમાં મોકલવામાં આવેલી પ્રથમ સત્તાવાર ટ્રોફીમાંની એક હોવાનો રેકોર્ડ ધરાવે છે. ભારતમાં ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફી પ્રવાસની ખરેખર શાનદાર શરૂઆત છે.
120,000 feet above the earth 🏆
The ICC Men's @cricketworldcup Trophy Tour 2023 was launched in spectacular fashion 😍https://t.co/XSfej61OjS
— ICC (@ICC) June 27, 2023
ટ્રોફી 18 દેશોની મુલાકાત લેશે
વિશ્વ કપની ટ્રોફી કુવૈત, બહેરીન, મલેશિયા, યુએસએ, નાઇજીરિયા, યુગાન્ડા, ફ્રાંસ, ઇટાલી, યુએસએ અને યજમાન રાષ્ટ્ર ભારત સહિત વિશ્વના 18 દેશોના 40+ શહેરોમાં જશે. આગળના ગ્રાફિક્સમાં ટ્રોફીના વિશ્વ પ્રવાસનો રૂટ જુઓ…