BCCIએ 5 ઓક્ટોબરથી શરુ થઈ રહેલા ભારતમાં યોજાનાર આઈસીસી વનડે વર્લ્ડ કપનું શિડ્યુઅલ જાહેર કરી દીધું છે.
ક્રિકેટ ચાહકો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતા તે ક્રિકેટના મહાકૂંભ ગણાવતા વનડે વર્લ્ડ કપનું શિડ્યુઅલ સત્તાવાર રીતે જાહેર થયું છે. આજે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (BCCI) વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર કર્યો છે. વર્લ્ડ કપ કાર્યક્રમમાં સૌથી ખાસ વાત ભારત અને પાકિસ્તાન મેચને લઈને છે, આ બન્ને કટ્ટર હરીફ દેશો 15 ઓક્ટોબરે મેચ રમશે.
- Advertisement -
2011 બાદ પહેલી વાર ભારતની યજમાનીમાં વર્લ્ડ કપ
ભારત વર્ષ 2011 બાદ પહેલી વખત વન ડે વર્લ્ડકપની યજમાની કરવા જઈ રહ્યું છે. 5 ઓક્ટોબર 2023થી ભારતમાં વર્લ્ડ કપનો પ્રારંભ થશે જેમાં 10 ટીમો ભાગ લેવાની છે જેમાંથી આઠ ટીમો ફિક્સ છે, જ્યારે બે ટીમોનો નિર્ણય હાલમાં ચાલી રહેલી ક્વોલિફાયર ટુર્નામેન્ટથી નક્કી થશે, જેમાં બે વખતની વર્લ્ડ ચેમ્પિયન વિન્ડિઝ અને એક સમયની વર્લ્ડ ચેમ્પિયન શ્રીલંકાની ટીમ રમી રહી છે.
15 ઓક્ટોબરે અમદાવાદમાં રમાશે ભારત-પાકની મેચ
ભારત-પાકિસ્તાનની મેચ 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે, પરંતુ પાકિસ્તાને પણ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. હવે જોવાનું એ છે કે પાકિસ્તાનની માગણીઓને સ્વીકારવામાં આવી છે કે નકારી કાઢવામાં આવી છે.
ICC World Cup 2023: India to face Pakistan on October 15 at Narendra Modi Stadium in Ahmedabad. pic.twitter.com/7Gb66BOElE
- Advertisement -
— ANI (@ANI) June 27, 2023
ઓસ્ટ્રેલિયા સામે ભારતની પ્રથમ મેચ
ભારત તેની પ્રથમ મેચ 12 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે.
19 નવેમ્બરે અમદાવાદમાં ફાઈનલ
વર્લ્ડ કપની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જ્યારે બે સેમીફાઇનલમાંથી એક મુંબઈના વાનખેડે સ્ટેડિયમ અને બીજી કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાશે.
GET YOUR CALENDARS READY! 🗓️🏆
The ICC Men's @cricketworldcup 2023 schedule is out now ⬇️#CWC23https://t.co/j62Erj3d2c
— ICC (@ICC) June 27, 2023
ભારતનો વર્લ્ડ કપ 2023નો કાર્યક્રમ
ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા- 8 ઓક્ટોબર, ચેન્નાઈ
ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન – 11 ઓક્ટોબર, દિલ્હી
ભારત વિરુદ્ધ પાકિસ્તાન – 15 ઓક્ટોબર, અમદાવાદ
ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ – 19 ઓક્ટોબર, પુણે
ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ – 22 ઓક્ટોબર, ધર્મશાલા
ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ – 29 ઓક્ટોબર, લખનઉ
ભારત વિરુદ્ધ ક્વોલિફાયર – 2 નવેમ્બર, મુંબઇ
ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા – 5 નવેમ્બર, કોલકાતા
ભારત વિરુદ્ધ ક્વોલિફાયર – 11 નવેમ્બર, બેંગલુરુ
ICC ODI World Cup 2023 પર એક નજર
– 5 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ વચ્ચે પહેલી મેચ સાથે વનડે વર્લ્ડ કપનો પ્રારંભ
– 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે ભારતની પહેલી મેચ
– 15 ઓક્ટોબરે અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ
– 15 નવેમ્બરે મુંબઈમાં પહેલી સેમિફાઈનલ, 16 નવેમ્બરે કોલકાતામાં બીજી અને 19મીએ અમદાવાદમા ફાઈનલ
– કુલ 10 દેશો લેશે ભાગ