ઓક્ટોબર એટલે આનંદ અને ઉલ્લાસનો મોજીલો મહિનો.

જે માહિનામાં માતાજીનાં ભક્તિમય ગરબા ખેલાતા હોય, જે માહિનામાં અસત્ય પર સત્યની વિજયના ડંકા તરીકે તહેવારોની લહાણી, ઉત્સવોના ઝૂમખા આસો માસ લઈ આવ્યો હોય,

- Advertisement -
જે મહિનામાં નવવર્ષની વધામણીની શુભ શરૂઆત સ્વરૂપે નવા કપડાં, નાની-મોટી ચીજવસ્તુથી લઈ ઘરેણાંની ધૂમધડાકા સાથે ખરીદી થતી હોય, ઘર, મંદિર, બજારો, રસ્તા-શેરી કલરફૂલ રોશનીથી ઝળહળી ચૂકી હોય, દિવાળીનું એકસ્ટ્રા બોનશ આવ્યુ હોય અને શાળા-કોલેજમાં સેમેસ્ટર પરીક્ષા લેવાઈ વેકેશન પડી સૌ કોઈ નવવર્ષની મુબારકબાદી, રંગોળી, મીઠાઈ-ફરસાણ અને ફટાકડા વચ્ચે આખા ઓક્ટોબર માસને મનમૂકી માણતા હોય, આઉટ સાઈડ ફરવા જવાનું પ્લાનિંગ થતું હોય, મંગલમય મૂર્હતો હોય એ સમયે ક્યાક છૂટી જતી અધૂરપમાં મધૂરપ ઉમેરવા ગમતી કે ઓળખીતી વ્યક્તિનો બર્થ ડે હોય એવી જાણ થાય તો..

મોહનદાસ ગાંધી, લાલ બહાદુર શાસ્ત્રી, સરદાર વલ્લભ પટેલ જેવા મહાન દેશનેતાઓથી લઈ અમિતાભ બચ્ચન, રેખા, હેમા માલિની, કાદરખાન, સમ્મિ કપૂર, ઓમ પુરી, સન્ની દેઓલ, મલ્લિકા શેરાવત, રવિના ટંડન, ગૌરી ખાન, સ્મિતા પાટીલ, વિનોદ ખન્ના, આશા પારેખ, શ્ર્વેતા તિવારી, પણીનીતિ ચોપડા, રાજકુમાર વગેરે જેવા કેટલાય નાના-મોટા ફિલ્મી સુપરસ્ટાર્સ ઉપરાંત અનિલ કુંબલે, વિરેન્દ્ર સહેવાગ, ગૌતમ ગંભીર, ઝહીર ખાન, ઇરફાન પઠાણ, પ્રવિણ કુમાર, મિલ્ખા સિંગ, નવજોતસિંગ સિંધુ વગેરે જેવા ભારતીય ખેલજગતના ગૌરવો અને ઈન્દ્રા નૂયી, આર.કે.લક્ષ્મણ, અબ્દુલ કલામ, આર. કે. નારાયણ, સિસ્ટર નિવેદિતા, હોમી ભાભા, શ્યામજીકૃષ્ણ વર્મા, જયપ્રકાશ નારાયણ, અમજદ અલીખાન, જોધાબાઈ, બહાદુર શાહ, જ્યોતિન્દ્ર દવે વગેરે જેવા પોતપોતાના ક્ષેત્રમાં પ્રખર પાંડિત્ય ધરાવતા એક હજારથી વધુ ધુરંદર લોકોના જન્મદિવસ ઓક્ટોબર મન્થમાં આવે છે!
- Advertisement -

ઈટ મીન્સ ઓક્ટોબર એ ન્યૂ યર મન્થ સાથ બર્થ ડે મન્થ છે જે માહિનામાં લગભગ સૌથી વધારે ફેર્મસ પર્સનાલિટીના જન્મદિવસ છે.





