2161 રુદ્રાભિષેક પઠન કરવામાં આવ્યું, સાથે 68 પાઠાત્મક લઘુરુદ્ર પણ સંપન્ન થયા
સંધ્યા આરતી સુધીમાં 50,000થી વધુ શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
દ્વાદશ જ્યોતિર્લિંગોમાં સર્વપ્રથમ દેવોના દેવ મહાદેવ સોમનાથ દાદાને શીશ નમાવી શિવરાત્રી પર મહાદેવની અનુકંપા પ્રાપ્ત કરવા લાખો શ્રદ્ધાળુ સોમનાથ ભણી પ્રવાસ કરી રહ્યા છે. ત્યારે આજે સવારે 4:00 વાગ્યાથી સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું હતું. જે દરમિયાન સાંજે 6:00 વાગ્યા સુધીમાં 50000 થી વધુ શ્રદ્ધાળુપ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી. દેશના પ્રધાનમંત્રી શ્રી અને સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ નરેન્દ્ર ભાઈ મોદીની અધ્યક્ષતામાં યાત્રી સુવિધાઓ નો વિસ્તાર કરવા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિર્મિત નવી પ્રવેશ વ્યવસ્થા અનુસાર ક્લોકરૂમ શું હાઉસ પૂજા વિધિ કાઉન્ટર અને ફ્રીસિ્ંકગ સુવિધા સુધી હરોળમાં આવી હોય લોકોએ ખૂબ જ સરળતાથી પૂર્વક સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો હતો.
સોમનાથ મંદિરમાં સોમનાથ મહાદેવના પ્રતિક રૂપને પાલખીમાં વિરાજમાન કરી ભવ્ય પાલખીયાત્રા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બમ બમ ભોલે હર હર મહાદેવના નાદ સાથે હજારો શ્રદ્ધાળુ જોડાયા હતા.
- Advertisement -
સોમનાથ મંદિરમાં 101 સોમેશ્વર મહાપૂજા કરવામાં આવી હતી. સાથે સાથે સોમનાથના ઈતિહાસમાં રેકોર્ડ બ્રેક 56 ધ્વજા સોમનાથ મંદિરના શિખર પર આરોહિત કરવામાં આવી હતી.
શિવજીને અત્યંત પ્રિય રુદ્રાષ્ટાધ્યાય એટલે કે રુદ્રાભિષેકના 2161 પાઠ કરવામાં આવ્યા હતા. સાથે સાથે આજના દિવસ દરમિયાન કુલ 68 લઘુરુદ્ર યજ્ઞ પણ સંપન્ન થયા હતા.