ટોડારા પાટીયા પાસે ખોદકામ વિના રોયલ્ટી પાસ નીકળ્યો, તપાસ દરમિયાન વિવાદ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.1
પોરબંદરના બળેજ ગામની ટોડારા સીમમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીની ફરજ દરમિયાન રૂકાવટ કરવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે. ખાણ ખનીજ વિભાગમાં મદદનીશ ભુસ્તરશાસ્ત્રી તરીકે ફરજ બજાવતા મિતેષભાઇ મોતીરામ મોદીએ આ અંગે ફરિયાદ નોંધાવી છે.મિતેષભાઇની પોલીસ ફરીયાદ અનુસાર, ખાણ ખનીજ ખાતાની ટીમમાં માઈન્સ ગ્રાઉન્ડ સુપરવાઇઝર, સર્વેયર, સિક્યુરિટી ગાર્ડ, ડ્રાઇવર સહિતના કર્મચારીઓ બળેજની દુધી સીમમાં ખાણોની તપાસ કરી રહ્યાં હતા. આ તપાસ દરમિયાન ટોડારા પાટીયા પાસે પુંજા ઘેલા જાડેજાના નામની લીઝ મંજુર થયેલી જગ્યાએ તપાસ કરવામાં આવી હતી.તપાસ દરમ્યાન, દીપક જીવા પરમાર નામના વ્યક્તિએ દસ્તાવેજો સાથે સ્થળ પર હાજરી આપી.
- Advertisement -
લીઝ વિસ્તારની તપાસમાં છ પથ્થર કટીંગ મશીનો જોવા મળ્યા અને અંદર પાણી ભરેલું જોવા મળ્યું, જે દર્શાવતું હતું કે તાજું કોઈ ખોદકામ થયું ન હતું. તેમ છતાં, 29 જૂન, 2024 ના રોજ રોયલ્ટી પાસ કાઢવામાં આવ્યો હતો, જે રોયલ્ટી પાસના દુરુપયોગની શંકા ઉભી કરતો હતો.ખાતાના અધિકારીઓએ દીપક પરમારને પથ્થર કટીંગ મશીન પોલીસ મથકે રાખવાની માંગ કરી, પરંતુ દીપકે મશીન પોલીસ સ્ટેશન લઈ જવા સાફ ઇન્કાર કરી દિધો તેમજ, રોજકામમાં સહી કરવાનો ઇન્કાર કર્યો. પોલીસે દીપક પરમાર વિરુદ્ધ કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવાનો ગુન્હો નોંધાવી, વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાની તપાસમાં ઉકેલ આવશે કે નહીં તે જોવું ર્હમણિયું છે, પરંતુ હાલના પરિસ્થિતિમાં બળેજ ગામના ખાણ ખનીજ વિભાગની કામગીરી ચર્ચાનો વિષય બની છે.