ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ તા.18
રાજકોટ મ્યુનિસિપલ કમિશનરએ આજે તા.18-06-2024ના રોજ શહેરના કેકેવી ચોક ખાતે આવેલા બી.આર.ટી.એસ. બસ સ્ટેન્ડમાં થતી કામગીરી અને રૈયા ચોકડીથી ગોંડલ ચોકડી સુધીના 150 ફૂટ રિંગ રોડની સફાઈ કામગીરી નિહાળી હતી. મ્યુનિસિપલ કમિશનરશ્રીએ બી.આર.ટી.એસ. બસ સ્ટેન્ડ ખાતે નાગરિકો ડીઝીટલ પેમેન્ટનો વધુ ઉપયોગ કરે અને 150 ફૂટ રિંગ રોડ પર સફાઈ જળવાઈ રહે તે અંગે સંબંધિત અધિકારીને સુચના આપી હતી તેમજ બ્રિજ નીચે બનાવવામાં આવેલ પે એન્ડ પાર્કમાં સફાઈ જળવાઈ રહે તે માટે એજન્સીને સુચના આપી હતી.
- Advertisement -
કેકેવી ચોક ખાતે આવેલ બી.આર.ટી.એસ. બસ સ્ટેન્ડ ખાતે મ્યુનિસિપલ કમિશનરએ બસ સ્ટેન્ડમાં થતી કામગીરી નિહાળી તેમજ ડીઝીટલ પેમેન્ટને પ્રોત્સાહન કરવા નાગરકો વધુને વધુ ડીઝીટલ પ્લેટફોર્મ થકી બી.આર.ટી.એસ. બસની ટીકીટ બુક કરાવી સેવાનો લાભ મેળવે તે અંગે સુચના આપી હતી. વધુમાં મ્યુનિસિપલ કમિશનરએ બી.આર.ટી.એસ. બસ સ્ટેન્ડનો લોકો કેવી રીતે ઉપયોગ કરે છે તે જાણકારી મેળવી હતી.
વિઝિટ દરમ્યાન મ્યુનિસિપલ કમિશનરએ કેકેવી બ્રિજ નીચે બનાવવામાં આવેલ પે એન્ડ પાર્કની પણ મુલાકાત કરી હતી. મુલાકાત દરમ્યાન પે એન્ડ પાર્કમાં સફાઈ જળવાઈ રહે તે માટે એજન્સીને સુચના આપી હતી. ઉપરાંત મ્યુનિસિપલ કમિશનરશ્રીએ કેકેવી ચોકથી રૈયા ચોક અને રૈયા ચોકથી ગોંડલ ચોકડી સુધીના 150 ફૂટ રિંગ રોડની સફાઈ વ્યવસ્થા નિહાળી હતી.