ઓ.બી.સી.ના વિદ્યાર્થીઓને શિલ્ડ, લેપટોપ બેગ ભેટમાં અપાઇ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
31 ઓગસ્ટને રવિવારના રોજ હેમુગઢવી હોલ ખાતે ધોરણ 10/12ના 85% ઉપરના 500 વિદ્યાર્થીનો સન્માન સમારોહ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળા, કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ધારાસભ્ય દર્શીતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, મેયર નયનાબેન પેઢડીયા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અખાડા પરિષદ કાશીશ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ જુનાગઢના મહંત ઇન્દ્રભારતી મહારાજ, ઓ.બી.સી. સમાજના પ્રમુખ તેમજ આગેવાનોના સાથે દીપ પ્રગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ કાર્યકમમાં ઓ.બી.સી. સમાજના સન્માનિત થનાર તમામ વિધાર્થીઓ તેમજ તેમના વાલીગણોને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં તમામ વિધાર્થીઓને શિલ્ડ તેમજ લેપટોપ બેગ ગિફ્ટ રૂપે અર્પણ કરવામાં આવ્યા હતા.
આ વિદ્યાર્થી સન્માન સમારોહમાં અતિથી વિશેષ ઓ.બી.સી.જનજાગરણ મંચના સંસ્થાપક કરણાભાઇ માલધારી, ઓ.બી.સી.જનજાગરણ મંચના સંયોજક તનસુખભાઈ ગોહેલ, અગ્રણી બિલ્ડર્સ લાભુભાઈ ખીમાણીયા, સમસ્ત પ્રજાપતિ સમાજના પ્રમુખ મોહનભાઈ વાડોલીયા, નાડોદા રજપૂત સમાજના અગ્રણી માવજીભાઈ ડોડીયા, ખીમજીભાઈ ટીડાભાઈ મકવાણા અગ્રણી માલધારી સમાજ, બાલાભાઈ બોળીયા પ્રમુખ ભરવાડ સમાજ નાનાભાઈ, નરેન્દ્રભાઈ સોલંકી મહંત આપાગીગાનો ઓટલો ચોટીલા, કિશોરભાઈ રાઠોડ પ્રમુખ પુરુષાર્થ યુવક મંડળ રાજકોટ, રાજુભાઈ સિધ્ધપુરા પ્રમુખ લુહાર હિતેચ્છુ મંડળ રાજકોટ, અશોકભાઈ ડાંગર અગ્રણી આહીર સમાજ, નીતિનભાઈ ઘાટલિયા અગ્રણી ઉદ્યોગપતિ, ધનશ્યામભાઈ હેરભા અગ્રણી બિલ્ડર્સ, વિજયભાઈ ચૌહાણ પ્રમુખ સોરઠીયા રાજપૂત સમાજ રાજકોટ, લલીતભાઈ વાડોલીયા પ્રમુખ રાજકોટ શહેર ભાજપ બક્ષીપંચ મોરચા, પ્રફુલભાઈ નડીયાપરા અગ્રણી બિલ્ડર્સ, રણજીતભાઈ પીઠડીયા અગ્રણી બિલ્ડર્સ, ઉમેશભાઈ ધામેચા (જે.પી.) પ્રમુખ સમસ્ત દરજી સમાજ રાજકોટ, બાબુભાઈ માટીયા મહામંત્રી બક્ષીપંચ મોરચો ભાજપ રાજકોટ શહેર, શાંતિલાલ પરમાર પ્રમુખ, સતવારા સમાજ, જીણાભાઇ ચાવડા પ્રમુખશ્રી નાડોદા રજપૂત સમાજ, ચંદુભા પરમાર અગ્રણી રાષ્ટ્રીય સંયોજક ક્ષત્રીય કરણી સેના, મુન્નાભાઈ પરમાર અગ્રણી ઉદ્યોગપતિ પરમાર મંડપ સર્વિસ, મનસુખભાઈ તલસાણીયા પ્રમુખ ગુર્જર પ્રજાપતિ સમાજ રાજકોટ, મનસુખભાઈ ધંધુકિયા અગ્રણી ઉદ્યોગપતિ, ગોરધનભાઈ કાપડિયા પ્રમુખશ્રી સૌરાષ્ટ્ર કચ્છ પ્રજાપતિ સમાજ, જયંતીભાઈ વિઠ્ઠલભાઈ પરમાર અગ્રણી ઉદ્યોગપતિ, હસમુખભાઈ ગોહિલ અગ્રણી ઉદ્યોગપતિ શક્તિમાન, અવધેશભાઈ કાનગડ પ્રમુખ સેલ્ફ ફાઈનાન્સ સ્કુલ એસો.રાજકોટ, નલીનભાઈ દયાલજીભાઈ હરસોડા અગ્રણી ઉદ્યોગપતિ, હરેશભાઈ મોરીધરા અગ્રણી બિલ્ડર્સ, મધુભાઈ કિશોરભાઈ પરમાર અગ્રણી ઉદ્યોગપતિ પરમાર મંડપ સર્વિસ, મુકેશભાઈ ત્રિભુવનભાઈ પંચાસરા રૂપકલા એન્જી.પ્રા.લી., વિનયભાઈ મનોહરભાઈ તલસાણીયા વેલસન એન્જીનીયરીંગ, ગીરીશભાઈ દસાડીયા અગ્રણી ઉદ્યોગપતિ, નરેન્દ્રભાઈ જીબા ચારણ ગઢવી સમાજ ક્ધયા છાત્રાલય પ્રમુખ, અમુભાઈ ભારદીયા અગ્રણી ઉદ્યોગપતિ, નાનુભાઈ સબાડ અગ્રણી ઉદ્યોગપતિ, નટુભાઈ મકવાણા અગ્રણી દેવીપુજક સમાજ, જોરુભા ખાચર અગ્રણી કાઠી દરબાર સમાજ, રમેશભાઈ પરમાર અગ્રણી કોળી સમાજ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ આ કાર્યક્રમમાં સરસ્વતી સ્તુતિમાં ગૌતમ સ્કુલની નાની બાળાઓએ કાર્યક્રમ રજુ કર્યો હતો અને રજીસ્ટ્રેશન વિભાગમાં નવયુગ સ્કુલની વિધાર્થીનીઓ સહભાગી બની હતી. આ ઉપરાંત આ કાર્યક્રમનું સંચાલન નીતિનભાઈ ઘાટલિયા તેમજ આભારવિધિ નીતિનભાઈ બદ્રકિયાએ કરી હતી. આ કાર્યક્રમમાં પધારેલ રાજકીય આગેવાનો- ઓ.બી.સી. સમાજના આગેવાનો- સામાજિક સંસ્થાના આગેવાનો શૈક્ષણિક સંસ્થાના આગેવાનો તેમજ અગ્રણીય ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા તે તમામનો રાજકોટ મહાનગરપાલિકાના સેનીટેશન સમિતિના ચેરમેન નીલેશભાઈ જલુએ ઓ.બી.સી.સોશિયલ એક્ટીવટી કમિટી વતી આભાર વ્યક્ત કર્યો હતો.