ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મ્યુ. કોર્પો. વેસ્ટ ઝોન નંદનવન ગ્રૂપના મુખ્ય સેવિકા અને આંગણવાડી સહયોગથી આઈસીડીએસ વિભાગ દ્વારા સોમવારે લાઈટ હાઉસમાં આવેલ આંગણવાડી ખાતે પોષણ સંગમ જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કુપોષિતમાંથી નોર્મલ થયેલ બાળકોનું અને તેના વાલીઓને મહાનુભાવોના હસ્તે પુરસ્કૃત કરવામાં આવ્યા હતાં. આ તકે વોર્ડ નં. 9ના કોર્પોરેટર દક્ષાબેન વસાણી, વોર્ડ નં. 1ના કોર્પોરેટર દુર્ગાબા જાડેજા, ભાજપ અગ્રણી ભરતભાઈ વસાણી, સેજલબેન, ગોવિંદભાઈ બાંભવા, મયુરીબા પરમાર, મુક્તિધામના કાર્યકર વિજયભાઈ ઝાલાવાડીયા, વિપુલભાઈ પરમાર, સુપારવાઈઝર, આંગણવાડી વર્કર, આશાબહેનો, નંદનવન-મુંજકા આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર અને આરબીએસકે ટીમ, લાઈટ હાઉસના પ્રમુખ સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતાં.