ભારતીય જનતા પાર્ટીના સસ્પેન્ડેડ નેતા નુપુર શર્માને હવે મુંબઈ પોલીસે સમન્સ પાઠવ્યા છે. આ કાર્યવાહી પયગંબર મોહમ્મદ પર ટિપ્પણીના મામલામાં કરવામાં આવી છે. તેણે 22 જૂન સુધીમાં હાજર થવાનું રહેશે. જણાવી દઈએ કે પાર્ટીએ કાર્યવાહી કર્યા બાદ નુપુરે પોતાનું વિવાદિત નિવેદન પાછું ખેંચી લીધું હતું. મહત્વનું છે કેસ નુપુર શર્માએ દાવો કર્યો હતો કે, ભગવાન શિવની સતત ઉપહાસ અને અપમાન થતા જોઈને તેમણે આવી પ્રતિક્રિયા આપી હતી. નૂપુરે સ્પષ્ટ કહ્યું હતું કે જો તેના નિવેદનથી કોઈની ધાર્મિક લાગણી દુભાઈ હોય તો તે માફી માંગે છે.
- Advertisement -
महाराष्ट्र: मुंब्रा पुलिस ने निलंबित भाजपा प्रवक्ता नूपुर शर्मा को 22 जून को उनके विवादास्पद धार्मिक टिप्पणी पर बयान दर्ज करने के लिए समन भेजा।
— ANI_HindiNews (@AHindinews) June 7, 2022
- Advertisement -
પયગંબર પર વિવાદિત ટિપ્પણી કર્યો પછી નૂપુર શર્માની મુશ્કેલીમાં વધારો થયો છે. નૂપુર શર્માના વિરૂદ્ધમાં બીજેપીએ કડક પગલા ભરતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પરંતુ ત્યાર પછી તેમની અને પરિવારની સુરક્ષાની ચિંતા વધી ગઇ છે. આ વચ્ચે દિલ્હીની પોલીસની તરફથી તેમને સુરક્ષા આપવામાં આવી છે. જો કે નૂપુર શર્માએ તેમને મારવાની ધમકી મળી રહી હોવાનો આરોપ લગાવ્યો છે, જેના કારણે પોલીસએ તેમને સુરક્ષા આપી છે.
જો કે, દિલ્હી પોલીસની તરફથી બીજેપીના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માને પયગંબરના વિરૂદ્ધમાં ટિપ્પણી કરવા માટે જાનથી મારી નાખવાની ધમકિઓ મળી હતી, જેથી તેમણે પોલીસમાં FIR દાખલ કરાવી હતી. એટલું જ નહીં, નૂપુર શર્માને તેમને મળેલી ધમકીઓ સામે સુરક્ષા આપવાની પણ માગણી કરી હતી.
નુપુર શર્માને વિશ્વ હિન્દુ પરિષદનું સમર્થન મળ્યું હતું
બીજી તરફ નુપુર શર્માને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)નું સમર્થન મળ્યું છે. વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે કહ્યું કે નૂપુર શર્માનું નિવેદન સાચું છે કે ખોટું તે કોર્ટ નક્કી કરશે. VHP નેતાએ કોર્ટના નિર્ણયની રાહ જોયા વિના નૂપુરની ટિપ્પણી પરના હિંસક વિરોધ અંગે પણ ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે કેટલાક લોકો કાયદો પોતાના હાથમાં લઈ રહ્યા છે.
दिल्ली पुलिस ने निलंबित भाजपा प्रवक्ता नूपुर शर्मा और उनके परिजनों को सुरक्षा प्रदान की: दिल्ली पुलिस
— ANI_HindiNews (@AHindinews) June 7, 2022
વિવાદની વિગતો
બીજેપીના પૂર્વ પ્રવકતા નૂપુર શર્માએ એક ટીવી ડિબેટમાં પયંગબર પર વિવાદિત ટિપ્પણી કરી હતી. શર્માની આ ટિપ્પણી પછી વિવાદ છેક આંતરરાષ્ટ્રીય સ્તર પર પહોંચી ગયો હતો. અરબના દેશોએ પણ શર્માની ટિપ્પણીની કડક નિંદા કરી હતી. કતાર સહિત કેટલાય અરબ દેશોએ આ બાબતે આપત્તિ દર્શાવતા બીજેપી એક્શનમાં આવી હતી.
બીજેપીએ નૂપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દિધા હતા. બીજેપીએ એક પત્ર જાહેર કર્યો હતો, જેમાં તેમણે બીજેપી આવા કોઇ મૂળ વિચારને સમર્થન કરતી નથી, તેના વિરોધમાં છે, તેમ જણાવ્યું હતુ. આખરે નૂપુર શર્માએ પણ જાહેરમાં આ વિવાદિત નિવેદન બદલ માફી માંગી હતી.
— Nupur Sharma (@NupurSharmaBJP) June 5, 2022