ખાસ-ખબર ન્યૂઝ દીવ, તા.2
નશીલા પદાર્થોનો દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેનો આંતરરાષ્ટ્રીય દિવસએ નશીલા પદાર્થોના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામે સંયુક્ત રાષ્ટ્રનો આંતરરાષ્ટ્રીય દિવસ છે. જે દર વર્ષે 26 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય નશીલા પદાર્થોના દુરુપયોગ મુક્ત વિશ્વના ધ્યેયને હાંસલ કરવા માટેના સકારાત્મક પગલાં અને સહકારને મજબૂત કરવા માટેનો છે. ‘નશા મુક્ત ભારત’ માટે ભારત સરકાર દ્વારા સમાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ 15 ઓગસ્ટ 2020 નાં રોજ નશા મુક્ત ભારત અભિયાન ની શરૂઆત કરવામાં આવેલ હતી.
- Advertisement -
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને વિવિધ પ્રકારના નશાથી મુક્ત કરવાનો અને લોકોમાં વિવિધ પ્રકારના નશા અને તેનાથી માનવ શરીર પર થતી ખરાબ અસર અને નુકશાન વિશે જાગૃતતા ફેલાવવાનો છે. જે અંતર્ગત ત્રિ-દિવસીય કાર્યક્રમના આખરી દિવસે જન અંદોલન દ્રારા જન જન સુધી પહોંચી નુક્કડ નાટકના માધ્યમથી નશાકારક પદાર્થોના દુરુપયોગથી માનવ શરીર પર થતા નુકશાન અંગે સમુદાયમાં જાગૃતતા ફેલાવવામાં આવી.