તાત્કાલિક વિધાર્થીઓના હિતમાં માંગણીઓ સંતોષવા NSUI દ્વારા માંગ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.23
સુરેન્દ્રનગર એનએસયુઆઇ દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓની માંગણીને લઈ આવેદન પાઠવ્યું હતું આ માંગણીઓના એન.એસ.યુ.આઈ દ્વારા જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર મથક ખાતે જિલ્લાના જુદાજુદા તાલુકામાંથી વિધાર્થીઓ અભ્યાસ માટે આવે છે જેઓને દરરોજ અપડાઉન કરવા માટે સુરેન્દ્રનગર ખાતે વિધાર્થીઓના પાસની કોઈ ખાસ સુવિધા નથી જેથી તમામ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માસિક અથવા ત્રિમાસિક પાસની રાહતદરે સુવિધા આપવાના આવે સાથે જ એની તાલુકામાંથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓ જ્યારે બસમાં આવે છે ત્યારે કોલેજ અને યુનિવર્સિટીના પ્રવેશ દ્વારા પર બસ ઉભી રહતી નથી જેના લીધે વિધાર્થીઓને બે સ્ટોપથી પોતાના અભ્યાસ સુધીના સ્થળ પર ચાલીને અથવા તો એની વાહનમાં આવવું પડે છે જેના લીધે સમય અને રૂપિયાનો માર પડે છે આ બંને માંગને પૂર્ણ કરવા વિધાર્થીઓ છેલ્લા કેટલાક સમયથી રજૂઆતો કરી રહ્યા છે છતાં આજદિન સુધી ક્યારેય તેઓના પ્રધાનનું નિરાકરણ નથી આવ્યું જેને લઇ હવે એન.એસ.યુ.આઈ દ્વારા કમિશનરને આવેદન પત્ર પાઠવી વિધાર્થીઓની બંને માંગ સ્વીકારી તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી જ્યારે વિધાર્થીઓના હિતમાં આવેદન આપવા માટે એન.એસ.યુ.આઇ પ્રમુખ યશપાલસિહ પરમાર, અક્ષત જાની, મહાવીરસિંહ પરમાર સહિતના હાજર રહ્યા હતા.