તાજેતરમાં એસએનકે સ્કૂલ દ્વારા નવા શૈક્ષણિક વર્ષથી ફીમાં 78 હજારના વધારા મુદ્દે એનએસયુઆઈએ આજે ફી નિયમન કમિટી કચેરી ખાતે જઈને વિરોધ નોંધાવ્યો હતો. “કોણ બનાવશે કરોડપતિ”, “એફઆરસી બનાવશે કરોડપતિ”, “સંચાલકો બનશે કરોડપતિ”, “ફી લૂંટીને બનશે કરોડપતિ” લખેલા બેનરો દ્વારા ભારે વિરોધ નોંધાવ્યો હતો. ફી નિયમન સમિતિને કાર્યકરોએ આવેદન પાઠવી ફી વધારો પાછો ખેંચવા માટે રજૂઆત કરી હતી. જોકે, વિરોધ કરી રહેલા એનએસયુઆઈના કાર્યકરોની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.
- Advertisement -
આ તકે રોહિતસિંહે જણાવ્યું હતું કે, ફી રેગ્યુલેશન કમિટીમાં એક સભ્ય શાળા સંચાલક મંડળના પણ હોય છે. ત્યારે એફઆરસીના રાજકોટ ઝોનની જ વાત કરી તો જે અત્યાર સુધી બે સભ્યો કમિટીમાં રહ્યા છે તેઓની સ્કૂલોની ફીમાં તોતિંગ વધારો જોઇ સ્પષ્ટપણે ઉપજે છે. એફઆરસીનું કામ ફી પર નિયત્રંણ રાખવાનો હોય છે. પરંતુ આવું કંઈ વાસ્તવિક કોઇ ચોક્કસ પેરામીટર વગર ફી વધારો કરી દે છે. એટલે માત્ર કેહવાની જ કમિટી છે. ખાનગી સ્કૂલ સંચાલકો ફી બાબતે લગામ લાવે તે હવે જરૂરી છે. ઋછઈ કમિટીનું વિસર્જન કરી વાલીઓને ગેરમાર્ગે દોરવાનું બંધ થવું જોઈએ, આમાં વાલીઓ ખૂબ પીસાઈ રહ્યા છે.