અવારનવાર પેપર ફૂટવાની ઘટના શરમજનક, જવાબદાર સામે પગલાં લેવામાં આવતા નથી
પેપરકાંડ મુદ્દે સૌરાષ્ટ્ર યુનિ.માં ગજઞઈંનો ઉગ્ર વિરોધ, કાર્યકરોની અટકાયત
- Advertisement -
ચાર ચાર દિવસ થયા છતા હજુ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં થયેલા પેપર લીક મામલે પેપરકાંડ મુદ્દે કોઈ કાર્યવાહી ન થતા આજે ગજઞઈં દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદેશ ગજઞઈંના પ્રમુખ અને પ્રભારીની આગેવાનીમાં 150 જેટલા કાર્યકરો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિરોધ કરવા પહોંચ્યા હતા. અને ટઈના રાજીનામાંની માંગ કરી હતી. જો કે કુલપતિ કે અન્ય કોઈ જવાબદાર સત્તાધીશ ગજઞઈંના આગેવાનોને મળ્યા ન હતા અને મામલો ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન પોલીસ સાથે ગજઞઈંનું ઘર્ષણ થયું હતું અને ધક્કામુકી થતા દરવાજાના કાચ તૂટ્યા હતા અને પોલીસે ગજઞઈંના આગેવાન સહિત 15 જેટલા કાર્યકરોની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી.
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ગિરીશ ભીમાણીને અવારનવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષાના અલગઅલગ વિષયોના પેપર ફૂટવા બાબતે લેખિતમાં જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાજેતરમાં બી.સી.એ., બી.એસ.સી., બી.કોમ., બી.એ., એલએલ.બી. વગેરે જેવા વિષયોની પરીક્ષાઓનો તબક્કો ચાલુ થયો હતો. જેમાં તારીખ 13-10-22ના રોજ પરીક્ષા શરૂ થવાની હોય ત્યારે તારીખ 12-10-22ના રોજ બી.કોમ. સેમ.-5 અને બી.બી.એ. સેમ.-5નું પેપર મીડિયાના માધ્યમથી મળેલ હતું જેની જાણકારી મીડિયા દ્વારા મળેલ હતી જેના લીધે તાત્કાલીક અસરથી આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને જાણ થઈ હતી, જેથી તાત્કાલિક અસરથી બચાવ માટે પરીક્ષા નિયામક તાત્કાલિક અસરથી પોલીસ સ્ટેશનમાં જાણ કરવા પહોંચ્યા હતા. મીડિયાએ જાગૃતતા દાખવી પોલીસ સ્ટેશને જાણ કરેલ અને ત્યારબાદ પોલીસ સ્ટાફ અને પરીક્ષા નિયામક એ બંને પેપરોની સરખામણી કરી હતી ત્યારબાદ મીડિયા દ્વારા પહોંચાડવામાં આવેલ પેપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ઓરિજીનલ પેપર નીકળવાથી તાત્કાલિક ધોરણે પરીક્ષા રદ કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં માત્ર એક અરજી કરવામાં આવી હતી.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભાજપના શાસનમાં રાજકીય અખાડો બની ગઈ હોય તેમ લાગે છે.
વારંવાર વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાતું જણાય છે. ત્યાંના કોઈપણ સત્તાધીશો વિદ્યાર્થીઓના પ્રશ્ર્નોને વાચા આપવા પ્રયત્નશીલ નથી કારણ કે માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ અને પોતાના વિકાસ માટે વિદ્યાર્થીઓને ગમે તેટલું નુકસાન થાય ત્યાંના સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી. ભૂતકાળમાં પણ અનેકવાર ખાનગી કોલેજોમાં પેપર લીક થવાની ઘટના બની છે ત્યારે પણ તેના પર કોઈપણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નથી અને પેપર ફોડવામાં જવાબદાર કોઈના પણ નામ જાહેર કરવામાં આવ્યા નથી. માત્ર ટેમ્પરરી કાર્યવાહી બાદ હાલમાં પણ આ પ્રકારની સંસ્થાઓ કાર્યરત છે.
- Advertisement -
ગુજરાત એનએસયુઆઈ અને નેશનલ એનએસયુઆઈ હરહંમેશ વિદ્યાર્થીઓના પ્રશ્ર્નોને વાચા અપાવવા મજબૂતાઈથી લડાઈ કરતું આવ્યું છે અને ભવિષ્યમાં પણ લડાઈ કરતું રહેશે. ખાસ કરીને આજરોજ એનએસયુઆઈના રાષ્ટ્રીય પ્રમુખ નીરજ કુંદનના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા અને પ્રશ્ર્નોને વાચા આપવા વિદ્યાર્થીઓની વ્હારે અને સત્તાધીશોના ઘેરાવ ગુજરાત એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકી, હરપાલસિંહ જાડેજા, પ્રદિપ ડોડિયા, કેતન ખુમાણ, રવિ જીતીયા, બ્રિજરાજસિંહ જાડેજા, પ્રિન્સ બગડા, મેહુલ મતિયા, દેવેન્દ્રસિંહ જાડેજા સહિત સમગ્ર ટીમ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ઘેરાવ કરવાના છે ત્યારે આ મુજબની મુખ્ય માગણીઓ છે.
(1) તાત્કાલિક ધોરણે કુલપતિ પોતાની જવાબદારી સ્વીકારી રાજીનામુ આપે, (2) દલાલ સિન્ડીકેટ સભ્યો પોતાની જવાબદારી સમજી રાજીનામુ આપે, (3) જે કોઈ જવાબદાર કોલેજો છે તેની માન્યતા રદ કરવામાં આવે અથવા જે પરીક્ષા વિભાગમાંથી પેપર લીક થયુ હોય તેના પર કાયદાકીય પગલાં લેવામાં આવે અને દોષિતોના નામ જાહેર કરવામાં આવે, (4) આવનારા સમયમાં આવી કોઈ ઘટના ન બને તેની જવાબદારી શિક્ષણમંત્રી લેશે?
આગામી સમયમાં એનએસયુઆઈ તમામ કોલેજો બંધનું એલાન કરશે જેની સંપૂર્ણ જવાબદારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની રહેશે.