ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં B.Sc. સેમેસ્ટર-3 ની રિમિડિયલ પરીક્ષા છેલ્લા સાત મહિનાથી લેવામાં આવી નથી, જે વિદ્યાર્થીઓ માટે અત્યંત અણગમતી અને ભવિષ્યને અંધારામાં નાખતી સ્થિતિ સર્જી રહી છે. યુનિવર્સિટી પ્રશાસનની આ બેદરકારી સામે NSUI પ્રદેશ મંત્રી પ્રથમ આહિર, જિલ્લા ઉપપ્રમુખ સાવન સાગઠીયા, અલ્તાફભાઈ હાલેપોત્રા સહિત વિદ્યાર્થી આગેવાનોએ મળીને યુનિવર્સિટી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું.
વિદ્યાર્થી આગેવાનોએ 48 કલાકનો અલ્ટીમેટમ આપતાં જણાવ્યું હતું કે, જો યુનિવર્સિટી દ્વારા આ મુદ્દે તાત્કાલિક પગલાં નહીં લેવામાં આવે તો ગજઞઈં દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેઓએ આ સમસ્યાનો તાત્કાલિક નિકાલ લાવવો અનિવાર્ય ગણાવ્યો છે. વિદ્યાર્થીઓના હિત માટે આંદોલન કરવા માટે ગજઞઈં પ્રતિબદ્ધ છે અને યોગ્ય ન્યાય ન મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે.