ગયા અઠવાડિયે નેશનલ સ્ટોક એક્સચેન્જે અદાણી જૂથની આ બે કંપનીઓ એટલે કે અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટ્રાન્સમિશનના શેરની પ્રાઇસ બેન્ડ 20 ટકાથી સુધારીને 10 ટકા કરી હતી.
ભારતીય શેરબજારમાં તાજેતરના ઘટાડાનું મુખ્ય કારણ બનેલ અદાણી ગ્રૂપના શેરો અંગે સતત નવી નવી અપડેટ્સ આવતી રહે છે અને આ શ્રેણીમાં ગઈકાલે નેશનલ સ્ટોક એક્સચેન્જે એક મોટો નિર્ણય લીધો હતો જેની અસર અદાણી ગ્રુપના બે શેરના રોકાણકારો પર જોવા મળશે. જણાવી દઈએ કે ભારતીય બજાર નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE) એ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અને અદાણી ટ્રાન્સમિશન લિમિટેડની સર્કિટ મર્યાદામાં સુધારો કરીને તેને 5 ટકા કર્યો છે.
- Advertisement -
ગયા અઠવાડિયે પ્રાઇસ બેન્ડમાં કરવામાં આવ્યો હતો ફેરફાર
આ સાથે જ જણાવી દઈએ કે ગયા અઠવાડિયે જ નેશનલ સ્ટોક એક્સચેન્જે અદાણી જૂથની આ બે કંપનીઓ એટલે કે અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટ્રાન્સમિશનના શેરની પ્રાઇસ બેન્ડ 20 ટકાથી સુધારીને 10 ટકા કરી હતી. નોંધનીય છે કે NSE એ આ ફેરફાર એટલા માટે કર્યો કર્યો હતો કે અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટ્રાન્સમિશનના શેરમાં ટુંક સમયમાં થનારી કોઈ મોટી મુવમેન્ટને ટાળી શકાય, જેથી રોકાણકારોને ભારે નુકસાન થવાની શક્યતાથી બચાવી શકાય.
અદાણી ગ્રૂપને લાગ્યો હતો મોટો ઝટકો
છેલ્લા 9 ટ્રેડિંગ દિવસોમાં અદાણી ગ્રૂપની તમામ કંપનીઓની માર્કેટ મૂડી રૂ. 9.5 લાખ કરોડ એટલે કે લગભગ 49 ટકાનો ઘટાડો થયો છે. જણાવી દઈએ કે હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. અઠવાડિયાના પહેલા દિવસે એટલે કે સોમવારે ટ્રેડિંગના અંતે અદાણી જૂથની દસમાંથી છ કંપનીઓના શેર નુકસાનમાં બંધ થયા હતા. આ સાથે જ અદાણી ટ્રાન્સમિશનના શેરમાં 10 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ સાથે જ જ્યારે અદાણી ટોટલ ગેસ, અદાણી પાવર, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી વિલ્મર પાંચ-પાંચ ટકાના ઘટાડા સાથે નીચલી સર્કિટ પર બંધ થયા હતા.
ગઈકાલે જ આવ્યા હતા અદાણી ટ્રાન્સમિશનના ત્રિમાસિક પરિણામો
જણાવી દઈએ કે અદાણી ટ્રાન્સમિશનએ ગઈકાલે જ તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે અને તેમાં ઉત્તમ આંકડા જોવા મળ્યા છે. આ સાથે જ અદાણી ટ્રાન્સમિશન લિમિટેડે નાણાકીય વર્ષ 2022-23ના ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રીજા ત્રિમાસિક ગાળાના પરિણામોની જાહેરાત કરી હતી. આ સાથે જ 31 ડિસેમ્બર, 2022 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં અદાણી ટ્રાન્સમિશનનો નફો ગયા વર્ષના સમાન ક્વાર્ટરની તુલનામાં 73 ટકા વધ્યો છે. અદાણી ટ્રાન્સમિશનનો નફો 478.15 કરોડ રૂપિયા હતો, જે 2021-22ના ત્રીજા ક્વાર્ટરમાં 283.75 કરોડ રૂપિયા હતો.