વૈશ્ર્વિક અનિશ્ચિતતા, ભારતની ગ્રોથસ્ટોરી, ઊંચા વ્યાજ સહિતના કારણોથી બિનનિવાસી ભારતીયોએ છેલ્લા ચાર વર્ષનુ સૌથી વધુ નાણું ઠાલવ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વિશ્વના અનેક ભાગોમાં યુદ્ધ કે ભૌગોલિક ટેન્શનના માહોલ વચ્ચે પણ ભારતીય શેરબજારમાં છેલ્લા મહિનાઓમા રેકોર્ડબ્રેક તેજી છવાયેલી રહી હતી અને ભારતીયોએ જંગી રોકાણ ઠાલવ્યુ હતું. ભારતીયો જ નહીં, બિનનિવાસી ભારતીયો પણ ભારત પ્રત્યે આકર્ષિત હોય તેમ ગુજરાતમાં એનઆરઆઈ ડિપોઝીટને આંકડો એક લાખ કરોડને પાર થઈ ગયો છે.સ્ટેટ લેવલ બેંકર્સ કમીટીના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં બિનનિવાસી ભારતીયોની થાપણ સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં જ એક લાખ કરોડને પાર થઈ ગઈ હતી.
- Advertisement -
જે ગત વર્ષની સરખામણીએ 14 ટકાનો વધારો સૂચવે છે. ચાલુ વર્ષે એનઆરઆઈ ડિપોઝીટનો આંકડો 1.01 લાખ કરોડ થયો છે તે ગત વર્ષે 89057 કરોડ હતો.કમીટીના સીનીયર અધિકારીએ કહ્યું કે, ગત સાલની સરખામણીએ ચાલુ વર્ષે બીનહિસાબી ભારતીયોએ વધુ નાણા મોકલ્યા છે તે પાછળ અનેકવિધ કારણો જવાબદાર છે. વિશ્વસ્તરે અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો હોવાને કારણે ભારતીયોએ સુરક્ષા માટે પણ ભારતમાં નાણાં રાખવાનો વ્યુહ અપનાવ્યો છે. આ સિવાય રિયલ એસ્ટેટ જેવા ક્ષેત્રોમાં પણ રોકાણ છે.ભારતીય શેરબજાર સપ્ટેમ્બર સુધી જોરદાર તેજીમાં જ હતુ અને તેમાં પણ એનઆરઆઈનુ રોકાણ હતું. ભારતની વિકાસગાળામાં એનઆરઆઈને ભરોસો હોવાનું સ્પષ્ટ છે. સંપતિ વધારવા માટે તેઓ ભારતમાં રોકાણ વધી રહ્યા છે.એસોસીએશન ઓફ નેશનલ એકસચેંજ મેમ્બર્સ ઓફ ઈન્ડિયાના ડાયરેકટર વૈભવ શાહે કહ્યું કે કોવિડકાળ બાદ ભારતીય શેરબજારે જોરદાર રિટર્ન આપ્યુ છે અને આવનારા વર્ષોમાં પણ ભારતીય અર્થતંત્રનો ડંકો વાગવાનો આશાવાદ છે.વૈશ્વિક અર્થતંત્ર સંકટથી ઘેરાયેલુ છે. યુદ્ધ અને તનાવનો માહોલ છે ત્યારે ભારતમાં રોકાણ સુરક્ષિત હોવાનુ માનવા ઉપરાંત રીટર્ન પણ મળવાના આશાવાદથી બીનનિવાસી ભારતીયો રોકાણ વધારી રહ્યા છે. મુખ્યત્વે મ્યુચ્યુઅલ ફંડ મારફત ઈન્વેસ્ટમેન્ટ છે.