પોલીસના વાહનમાં બે કેદીઓએ મહિલા કેદીને નશાયુક્ત પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું
ખાસ-ખબર ન્યૂઝ ચંડીગઢ,તા.20
- Advertisement -
હરિયાણામાં એક મહિલા કેદી પર બે કેદીઓએ પોલીસનાં વાહનમાં જ બળાત્કારની ચોંકાવનારી ઘટના બની છે. જ્યારે પોલીસ કર્મચારીઓ વાહનમાં ડોક્યુમેન્ટ સંબંધિત કામમાં વ્યસ્ત હતા ત્યાર આ ઘટના બની હતી. બંને આરોપીઓની વિરુદ્ધ કલમ 376 હેઠળ ઝીરો એફઆઈઆર નોંધાવી છે. આ મામલાની વધુ તપાસ રોહતક પોલીસ કરશે. રિપોર્ટ અનુસાર, પીડિતાએ જણાવ્યું કે રોહતક પોસ્ટ ગ્રેજ્યુએટ દરેક ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસમાં(પીજીઆઈએમએસ)માં તેની સારવાર ચાલી રહી છે, જેના કારણે પુષ્ટિ પોલીસકર્મીઓ મને ત્યાં લઈ જઈ રહ્યા હતા.
ત્યારે પોલિસ વાહનમાં સાથે બે અન્ય કેદી પણ ઉપસ્થિત હતા. સારવાર બાદ પોલીસ ડોક્યુમેન્ટ સંબંધિત કામમાં વ્યસ્ત હતી. આ આરોપીઓ જિંદ જિલ્લાના હતા અને જીંદ સિવિલ લાઈન પોલિસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં પીડિતાએ કહ્યું કે, આરોપીઓ મને નશાયુક્ત પદાર્થવાળું ઠંડા પીણું પીવડાવી બંને કેદીઓએ વાહનમાં બળાત્કાર કર્યો હતો. જ્યારે કેદીઓ મારા પર બળાત્કાર કરી રહ્યા હતા ત્યારે વેનમાં બેસેલા સુરક્ષા કર્મીઓ કાગળની પ્રક્રિયામાં વ્યસ્ત હતા.હાલ, પોલીસ પીડિતા તરફથી લગાવેલા આરોપોની એંગલથી તપાસ કરી રહી છે. મીડિયા અહેવાલ મુજબ એફઆઈઆરમાં ગુનાની તારીખની જાણકારી મળી નથી.સૂત્રોએ કરી છે કે, એનડીપીએસ કેસમાં 10 વર્ષની સજા કાપી રહેલી મહિલા કેદીની રોહતક પીજીઆઈએમએસમાં સારવાર ચાલી રહી હતી. આ પહેલાં તે કથિત તણાવને કારણે આપઘાત કરવાની કોશિશ ચુકી છે. એ વખતે તેની સામે પોલિસે આત્મહત્યાની કોશિશનો કેસ દાખલ કર્યો.