ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.17
મોરબી માળિયા વિધાનસભા વિસ્તારના પ્રજાજનોના પ્રાથમિક સુવિધાની સમસ્યાઓના ઉકેલ માટે ધારાસભ્ય કાંતિ અમૃતિયા દ્વારા વ્હોટસએપ હેલ્પલાઈન સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ હેલ્પલાઈન સુવિધા આજથી શરૂ કરવામાં આવી છે. ત્યારે લોકો 8758013433 નંબર પર જે તે સમસ્યાનો ફોટો/વિડિયો, સરનામું, ડિજિટલ લોકેશન, તમારું નામ અને મોબાઈલ નંબર સહિતની ડિટેલ વ્હોટસએપ નંબર પર મોકલી શકશે.
લોકોએ મોકલવામાં આવેલી સમસ્યા સંબંધિત વિભાગમાં મોકલી આપવામાં આવશે અને શક્ય બને તેટલું વહેલું સમસ્યાનો ઉકેલ લાવવાનો સન્નીષ્ઠ પ્રયાસ કરવામાં આવશે.
નોંધનીય છે કે, આ નંબર પર માત્ર મેસેજ થઈ શકશે, કોઈ પણ પ્રકારની વાતચીત થશે નહીં જેની નોંધ લેવા મોરબીના નાગરિકોને જણાવાયું છે.