મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અધ્યક્ષતાવાળી દિલ્હી કેબિનેટે આ નિર્ણય લીધો છે
ખાસ-ખબર સંવાદદાતા
કેજરીવાલ સરકાર હવે દિલ્હીમાં ગરીબીમાં જીવતા પરિવારોને મફતમાં ખાંડ આપશે.
- Advertisement -
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અધ્યક્ષતાવાળી દિલ્હી કેબિનેટે આ નિર્ણય લીધો છે. દિલ્હીના લોકોને મફત ખાંડ આપવાના પ્રસ્તાવને કેબિનેટમાં મંજૂરી આપવામાં આવી છે. કેજરીવાલ સરકારના જણાવ્યા અનુસાર, સરકારના આ પગલાનો હેતુ દિલ્હીના ગરીબ પરિવારોને જીવન નિર્વાહ માટે જે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તે ઘટાડવાનો છે. બધા માટે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા. વર્તમાન આર્થિક સ્થિતિ અને મોંઘવારીથી ઉદ્બવતા પડકારોને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે નિર્ણય લીધો હતો કે કોઈને પણ ખાદ્ય અસુરક્ષાનો સામનો કરવો ન પડે. આ પ્રયાસ હેઠળ, એપ્રિલ 2020 થી નવેમ્બર 2020 સુધી ઙઉજ લાભાર્થીઓને ગઋજઅ રાશનનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. બાદમાં તેને મે 2021 થી મે 2022 સુધી લંબાવવામાંઆવ્યું હતું. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ તમામ ગઋજઅ લાભાર્થીઓને ઘઉં અને ચોખા ઉપરાંત, દિલ્હી સરકારે મફત ખાંડ આપવાનું ફળ મેળવ્યું છે.
દિલ્હી સરકાર અંત્યોદય અન્ન યોજનાના લાભાર્થીઓને ખાંડ સબસિડી યોજના હેઠળ મફત ખાંડ આપશે. કાર્ડ ધારકોને ડિસેમ્બર 2023 સુધી એક વર્ષ માટે મફત વિતરણ કરવામાં આવશે.