ગોંડલનો જે વિવાદ સર્જાયો હતો તે એન્કરની ભૂલના કારણે થયો હતો, હું કોઈ પણ જગ્યાએ ટાઇટલ લગાડતો નથી, ‘ખાસ-ખબર’ સાથે થયેલી વાતચીતમાં પીલુ બાપુ તરીકે ઓળખાતા યાદવેન્દ્રસિંહ જાડેજાએ સ્પષ્ટતા કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગોંડલ સ્ટેટ વિવાદ બાદ હવે યાદવેન્દ્રસિંહ જાડેજા (પીલુ બાપુ)એ ‘ખાસ-ખબર’ સાથે વાતચીત કરતા જણાવ્યું કે કોઈપણ સમાજ એકતા સાથે ટકતું હોય છે. ત્યારે હવે ક્ષત્રિય સમાજને પણ એક થવું જોઈશે. ક્ષત્રિય સમાજના બાળકોના ઉત્થાન અને યુવાનો ના સુંદર ભવિષ્ય માટે એક થઈને આગળ આવવું પડશે. ગોંડલનું જે વિવાદ સર્જાયો હતો. તે એક એન્કર ના ભૂલ ના કારણે થયો હતો હું કોઈ પણ જગ્યાએ ટાઇટલ લગાડતો નથી. હું એક નોર્મલ જીવન જીવવાવાળો માણસ છું. હું 15 વર્ષ કેડબરી ઇન્ડિયામાં નોકરી કરી જેમાં મને 6 વાર પ્રમોશન મળ્યું. મારા પિતા એ ગોંડલ 1952માં છોડી દીધું હતું. કોલેજ બાદ તે બર્મા શેલ કંપનીમાં જોડાયા હતા જેના કારણે આખા ભારતમાં તેઓ ની પોસ્ટિંગ રહ્યું હતું. જેના કારણે તેઓ ને અલગ અલગ જગ્યાએ શિક્ષણ મેળવ્યું હતું. મુંબઈ, જયપુર, અમદાવાદ, રાજકોટ જેવા શહેરોમાં મારુ શિક્ષણ પૂરું કર્યું છે. ઉદયપુર રાજવી કુટુંબ સાથે ના સારા સબંધ ના કારણે ઘણું બધું શીખવા મળ્યું.
શ્રીજી અરવિંદસિંઘજી મેવાર મારા પિતા સમાન છે. મને મારા જીવનમાં તેમનું ઘણું માર્ગદર્શન આપ્યું છે. અર્થશાસ્ત્રમાં મે મારું ગ્રેજ્યુએશન પૂર્ણ કરી કેડબરી ઈંડિયામાં નોકરી મેળવી 15 વર્ષ નોકરી કરી હતી જે બાદ હું એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રીમાં કાર્ય કર્યું અને ઇસ્ટ આફ્રિકામાં કામ કર્યું જે બાદ હવે હું સામાજિક કાર્યમાં કાર્યરત છું. સ્પોર્ટ્સ મારો પ્રિય વિષય છે જેથી સ્પોર્ટ્સ ના કેટલાક ક્લબ સાથે સંકળાઈ ને હું યુવાનો ને સ્પોર્ટ્સમાં રુચિ વધે તે માટે કાર્ય કરી રહ્યો છું.
યુવાનો માટે હું કાયમી ઉપલબ્ધ રહુ છું. યુવાનો ના શૈક્ષણિક અને શક્ષમતા વધારવા હું હર હંમેશા કાર્યરત રહુ છું. ઈંઈંખ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત ની પ્રતિષ્ઠિત સંસ્થાનમાં સેલ અને માર્કેટિંગ વિષય ના લેક્ચર આપતાં હતા.હું અને મારા પત્ની શિક્ષણ કાર્ય ને કેમ વેગ મળે તે માટે હંમેશા પ્રયત્નશીલ રહીયે છીએ. ગોંડલ વિવાદ જે સર્જાયો હતો તે મારા જીવનમાં પહેલો કિસ્સો થયો. મહારાજા સાહેબ હિમાંશુસિહંજી મારા કૌટુંબિક છે જે તેઓ પણ સ્વીકાર્યું. હું આજ સુધી કોઈ રાજવી ટાઇટલ ઉપયોગ નથી કરતો. 95% લોકો મને પીલુ દાદા, પીલુ બાપુ અથવા પીલુ બન્નાથી ઓળખે છે. લોકોને મારુ નામ યાદવેન્દ્રસિંહ જાડેજા છે એ નથી ખબર. હા જરૂર લોકો જયારે મને પૂછે ત્યારે હું ગર્વથી કહું છું કે હા હું ગોંડલ નો છું. જાનવરો પ્રત્યે નાનપણ થી જ પ્રેમ છે. અને અત્યારે પણ શ્ર્વાન અને મારવાડી ઘોડાઓના એસોસિએસનમાં જોડાયેલા છે.