જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં વરસાદ ન થતા તાપમાનમાં ઝડપથી વધારો
દેશના અનેક રાજયોમાં ફેબ્રુઆરીમાં જ ગરમીના પારાએ લગાવી છલાંગ : આ વર્ષે છેલ્લા 3 વર્ષના ગરમીના રેકોર્ડ તૂટવાની હવામાન વિભાગની આગાહી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.14
- Advertisement -
હવામાનના તીખા વલણથી આ વર્ષે સામાન્યથી વધુ ગરમી રહી હતી. ફેબ્રુઆરીમાં પણ રાહત નહોતી મળી. હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે માર્ચ મહિનો પણ અપેક્ષા કરતા વધુ ગરમ રહેશે. આ દરમિયાન લોકોને મે-જૂન જેવી ગરમી સહન કરવી પડી શકે છે.
હવામાન વિભાગના અનુસાર લાંબા સમય વરસાદ ન થવો અને તાપમાનમાં એકાએક વૃદ્ધિના કારણે આવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઠંડીની ઋતુમાં પશ્ર્ચિમી ડિસ્ટર્બન્સ અસરહિન રહેવાથી પુરા ઉતર ભારતમાં સારો વરસાદ નહોતો થયો. જેના કારણે હવામાન ગરમ છે. તેની અસર આવનારા દિવસોમાં જોવા મળશે. કૃષિ અને ટેકનોલોજી વિશ્વ વિદ્યાલય પંતનગરના હવામાન વિશેષજ્ઞ ડો. આર.કે.સિંહનું કહેવું છે કે આ વખતે શિયાળામાં ત્રણ પશ્ર્ચિમી ડિસ્ટર્બન્સ આવ્યા, પણ ત્રણેય અસર વગરના રહ્યા. છેલ્લા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ એક-બે દિવસમાં સમાપ્ત થઈ જશે.
ઉત્તરપ્રદેશના જિલ્લામાં 20 ફેબ્રુઆરી બાદથી તાપમાનમાં વધારો થવો સંભવ છે. કાનપુરમાં બુધવારે દિવસે તાપમાન 28.2 ડીગ્રી અને ન્યુનતમ તાપમાન 11 ડીગ્રી રહ્યું હતું. બન્ને આંકડા સામાન્યથી વધુ છે. હવામાન નિષ્ણાંતોનું કહેવું છે કે, આ વખતે ગત વર્ષનો રેકોર્ડ તૂટવાની સંભાવના છે. હવામાનને લઈને જાહેર ચેતવણીમાં કહેવામાં આવ્યુ છે કે ફેબ્રુઆરીના અંતિમ હપ્તા કે માર્ચની શરૂઆતમાં તાપમાન એટલુ વધી ગયું હશે કે લોકો બેચેન થવા માંડશે. ફેબ્રુઆરીમાં વરસાદ પણ સામાન્યથી 20 ટકા ઓછો રહ્યો છે. વરસાદની કમીથી હવામાં ભેજ ઝડપથી ઘટશે અને તાપમાનમાં ઝડપથી વધારો જોવા મળશે.
ફેબ્રુઆરીના અંતમાં 28 ડિગ્રી સુધી પારો પહોંચશે
20 ફેબ્રુઆરી બાદ તાપમાનમાં ઝડપથી વધારાનું પુર્વાનુમાન છે. આ દરમિયાન વરસાદ થવાની કોઈ સંભાવના નથી. આ પરીસ્થિતિમાં હવામાન એ સંકેત દઈ રહ્યું છે કે માર્ચ મહિનામાં જ ગરમી અનેક રેકોર્ડ તોડી શકે છે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ફેબ્રુઆરીમાં 27-28 ડિગ્રી સુધી ચાલતુ તાપમાન માર્ચ મહિનામાં 38-40 ડિગ્રીએ પહોંચી શકે છે.
દિલ્હીમાં અધિકતમ તાપમાન સામાન્યથી વધુ
દિલ્હીમાં આ વખતે સમય પહેલા જ ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. દિલ્હીમાં અધિકતમ અને ન્યુનતમ તાપમાન સામાન્યથી વધુ નોંધાયું છે. ગુરુવારે અધિકતમ તાપમાન 24.8 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું છે કે જે સામાન્યથી 1.4 ડિગ્રી સેલ્સીયસ વધુ છે, જયારે ન્યુનતમ તાપમાન 12 ડીગ્રી નોંધાયું જે સામાન્યથી 1.8 ડિગ્રી વધુ છે. આજે અધિકતમ તાપમાન 27 ડિગ્રી સુધી આવી શકે છે.