ખાસ-ખબર સંવાદદાતા
મેડીકલ ક્ષેત્રમાં IIT કાનપુરના વૈજ્ઞાનિકોએ મોટી સફળતા હાંસલ કરી છે. વૈજ્ઞાનિકોએ એક એવું મશીન બનાવ્યું છે જે શરીરને ધબકતું રાખવા માટે હાર્ટની જેમ કામ કરી શકે છે. આઈઆઈટીના રિસર્ચર મનદીપ અને તેની ટીમ સાથે મળીને એક એવું મશીન બનાવ્યું છે જે માણસના શરીરમાં હૃદયની જેમ કામ કરશે. આ મશીન કોઈનું હાર્ટ ફેઈલ થઈ જાય ત્યારે તેના ધબકારાને જીવંત રાખવાનું કામ કરશે અને એટલે જ આનું નામ પણ હૃદય યંત્ર રાખવામાં આવ્યું છે.
IIT કાનપુરના વૈજ્ઞાનિક મનદીપે આ વિશે જણાવતા કહ્યું હતું કે, અમે સૌથી પહેલા આનું પરીક્ષણ પ્રાણીઓ પર કરીશું, ત્યારબાદ માણસો પર તેનો ટેસ્ટ કરવામાં આવશે. અને જો આ પરીક્ષણ સફળ રહ્યા તો અમને આશા છે કે વર્ષ 2025 સુધી આ મશીન લોકોના હૃદયની ધડકનને સાચવી રાખવા માટે તૈયાર થઈ જશે.