બેંક ચેક ક્લિયરન્સના નિયમોમાં RBIનો ફેરફાર
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ બેંકોમાં ચેક જમા કરાવવાના નિયમોમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. 4 ઓક્ટોબર, 2025થી નવી સિસ્ટમ લાગુ થશે, જેનાથી ચેક ક્લિયરન્સની પ્રક્રિયા ઘણી ઝડપી બનશે. આ ફેરફાર ચેક ટ્રંકેશન સિસ્ટમ (ઈઝજ) માં કરવામાં આવી રહ્યો છે, જેનો હેતુ ગ્રાહકોને વધુ સારો અને સુરક્ષિત અનુભવ આપવાનો છે.
- Advertisement -
નવી સિસ્ટમ કેવી રીતે કામ કરશે?
હાલમાં ચેક ક્લિયર થવામાં એક દિવસ જેટલો સમય લાગે છે, પરંતુ નવી સિસ્ટમમાં આ પ્રક્રિયા થોડા કલાકોમાં પૂર્ણ થશે. આ માટે RBIએ ઈઝજમાં બે તબક્કામાં ફેરફાર લાગુ કરવાનો નિર્ણય લીધો છે:
તબક્કો 1 (4 ઓક્ટોબર, 2025 થી 2 જાન્યુઆરી, 2026):
બેંકોએ સાંજે 7:00 વાગ્યા સુધીમાં ચેક ચૂકવશે કે નહીં તેની જાણ કરવી પડશે.
જો બેંક આ સમયગાળામાં કોઈ જાણ નહીં કરે, તો ચેક સ્વીકારવામાં આવ્યો છે તેવું માની લેવામાં આવશે અને તે ક્લિયરિંગ માટે મોકલી દેવામાં આવશે.
તબક્કો 2 (3 જાન્યુઆરી, 2026 થી):
આ તબક્કામાં ચેક ક્લિયરન્સ માટેની સમય મર્યાદા ’ઝ + 3 કલાક’ કરવામાં આવશે. એટલે કે, બેંકને ચેક મળ્યાના ત્રણ કલાકની અંદર ચેક ચૂકવાશે કે નહીં તેની જાણ કરવી ફરજિયાત રહેશે.
આ ફેરફારથી ચેક જમા કરાવ્યા પછી પૈસા ઝડપથી ગ્રાહકના ખાતામાં જમા થઈ જશે. જોકે, આ નવી પ્રક્રિયા ફક્ત બેંકના કાર્યકાળ દરમિયાન જ થશે.
છઇઈંએ તમામ બેંકોને આ ફેરફારો વિશે ગ્રાહકોને જાણ કરવા અને નિર્ધારિત તારીખ સુધીમાં તૈયાર રહેવાનો નિર્દેશ આપ્યો છે.