સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને ફિલ્મની સામગ્રી પર કડક વલણ અપનાવ્યું છે, જેના કારણે દર્શકોમાં નિરાશા વધી રહી છે. ઘણા ઑનલાઇન વપરાશકર્તાઓ હવે સર્જનાત્મક અભિવ્યક્તિ પર અતિશય નિયંત્રણ લાદવા માટે “સેન્સર બોર્ડ ઓફ ઈન્ડિયા” તરીકે તેની મજાક ઉડાવે છે.
હાલમાં જ મલયાલમની એક ફિલ્મ હાલમાંથી બીફ બીરિયાની શબ્દને દૂર કરવામાં આવ્યો હતો. એ પછી ફિલ્મના નિર્માતા અદાલતમાં પહોંચ્યા હતા. જોકે, હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મૂકવાનું નક્કી કર્યું હોવાનું કહેવાય છે. દેશના કેટલાક વિસ્તારોમાં બીફ આરોગવામાં આવે છે. મલયાલમ ફિલ્મોમાં બીફનો ઉલ્લેખ બહુ કોમન છે. જોકે, દેશના મોટાભાગના વિસ્તારોમાં બીફ વર્જિત મનાય છે. બીફને લગતા કોઈપણ ઉલ્લેખથી ધાર્મિક લાગણી દુભાઈ શકે છે. આથી સેન્સરે આ નિર્ણય કર્યો હોવાનું કહેવાય છે.