રણવીર અલાહાબાદિયાની સોશ્યલ મિડીયા પર અભદ્રતાને લઈને સર્વોચ્ચ અદાલતે અશ્ર્લિલ સામગ્રી પર નિયંત્રણ કરવા સરકારને નિર્દેશ કર્યો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.19
- Advertisement -
સુપ્રિમ કોર્ટે મંગળવારે સોશ્યલ મિડીયા ઈમ્ફલુઅન્સર રણવીર અલાહાબાદીયાને જોરદાર ફટકાર લગાવી હતી.કોર્ટે કહ્યું હતું કે, એમનું નિવેદન માત્ર ગંદુ અને વિકૃત જ નહોતુ. બલકે સમાજને શરમજનક સ્થિતિમાં મુકનાર હતું.
અદાલતે કેન્દ્ર સરકારને યુ ટયુબ અને અન્ય સોશ્યલ મિડિયા મંચ પર પીરસવામાં આવતી સામગ્રીને લઈને પગલા ઉઠાવે. જો સરકાર કંઈક કરવા માટે તૈયાર છે તો અમને ખુશી થશે નહીં તો અમે આ કમીને આ રીતે છોડી નહીં દઈએ.સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે આપણે આ મુદ્દાના મહત્વ અને સંવેદનશીલતા સામે આંખ આડા કાન ન કરવા જોઈએ.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સુપ્રિમ કોર્ટે રણવીર ઈલાહાબાદીયાને ખૂબ જ શાબ્દિક ફટકાર લગાવી હતી અને ધરપકડ પર રોક લગાવી હતી. સુપ્રિમ કોર્ટે રણવીર ઈલાહાબાદિયાને ફટકાર લગાવતા કહ્યું હતું કે તમે લોકપ્રિય છો પણ એનો મતલબ એ નથી કે સમાજને હળવાશમાં લો.શું ધરતી પર એવુ કોઈ હશે જેને આ પ્રકારની ભાષા પસંદ આવે? તમારે બધા દેશનાં મોજુદ કાયદાનું પાલન કરવુ પડશે.
- Advertisement -
સુપ્રિમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે, અમે જાણીએ છીએ કે રણવીરે આ સંવાદ ઓસ્ટ્રેલિયન કાર્યક્રમની કોપી કરી છે. આ કેસમાં રણવીર ઈલાહાબાદિયાના વકીલ અભિનવ ચંદ્રચુડે સુપ્રિમમાં એવી દલીલ કરી હતી કે વ્યકિતગત રીતે હું આવી ભાષાને ખૂબ જ નફરત કરૂ છું. પણ સવાલ એ છે કે શું આ કોઈ આપરાધિક કૃત્ય છે? યુ ટયુબર રણવીર પર અનેક કેસો દાખલ થયા છે, તેને જાનથી મારવાની ધમકી મળી રહી છે. ન્યાયમુર્તિ સુર્યકાંતે રણવીરનાં વકીલને જવાબ આપતા કહ્યું હતું કે જો આપનો અસીલ વાતો કરીને સસ્તી લોકપ્રિયતા મેળવશે તો સમાજમાં એવા પણ લોકો છે જે ધમકી આપીને સસ્તી લોકપ્રિયતા હાંસલ કરવા માગતા હોય.