=વર્લ્ડ કપનો 5મી ઓકટોબરે અમદાવાદમાં આરંભ થશે
અમિતાભ બચ્ચન બાદ હવે બીસીસીઆઇએ સાઉથના સુપર સ્ટાર રજનીકાંતને આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપની ગોલ્ડન ટિકિટ અર્પણ કરી હતી. બોર્ડના સેક્રેટરી જય શાહે રજનીકાંતને રૂબરૂ મળી આ ટિકિટ એનાયત કરી હતી.
- Advertisement -
હિન્દી મુવી અને સાઉથના સુપર સ્ટાર રજનીકાન્ત આ વખતે ભારતમાં યોજાનારા વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં વિશિષ્ટ મહેમાન રહેશે. તેમ બીસીસીઆઇએ મંગળવારે જાહેરાત કરી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહે સ્ટાર અભિનેતાને મંગળવારે ગોલ્ડન ટિકિટ એનાયત કરી હતી.
બોર્ડ સોશ્યલ મીડિયા X પર લખ્યું હતું કે, રજનીકાન્ત સિનેમાથી પણ ઉપર છે. બોર્ડના સેક્રેટરી જય શાહે મંગળવારે રજનીકાન્તને ગોલ્ડન ટિકિટ આપી હતી. તેઓ કરિશ્મા અને સિનેમેટિક દીપ્તિનું સાચુ મૂર્ત સ્વરૂપ છે. સુપ્રસિધ્ધ અભિનેતાએ લાખો લોકોના હૃદય પર અમીટ છાપ છોડી છે તથા ભાષા અને સંસ્કૃતિને પાર કરી છે.
અમે એ જાહેર કરતા રોમાંચ અનુભવીએ છીએ કે થલાઇવા આ વખતે અમારા માનવંતા મહેમાન તરીકે આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023ને શોભાવી દેશે. આઇસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપનો પાંચમી ઓકટોબરે ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ સાથે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમથી શુભારંભ થશે.
- Advertisement -
આ વર્લ્ડ કપના પ્રમોશન માટે બીસીસીઆઇએ આ વખતે ગોલ્ડન ટિકિટનો પ્રયોગ કર્યો છે. આ ટિકિટ ધારકને વર્લ્ડ કપની મેચો દરમિયાન વીઆઇપી સવલત આપવામાં આવશે. અગાઉ હિન્દી મુવીના મેગા સ્ટાર અમિતાભ બચ્ચનને પણ આ રીતે ગોલ્ડન ટિકિટ આપવામાં આવી હતી.