31 ઓક્ટોબરે કેવડિયામાં PM મોદીએ સૂર્યકિરણનો અદ્ભુત એર શો નિહાળ્યો હતો
સૂર્યકિરણની ટીમ ફ્લાય પાસ્ટ કરશે, ડાયમંડ ફોર્મેશન સહિતના દિલધડક સ્ટંટ દર્શકો નિહાળી શકશે
- Advertisement -
વાયુ સેનાના 9 હોક વિમાનો રાજકોટના આકાશને તિરંગાના રંગથી રંગીન બનાવશે 6 ડિસેમ્બરે રિહર્સલ કરાશે, 7 ડિસેમ્બરે 40 મિનિટનો એર શો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં કેવડિયા ખાતે યોજાયેલ એર શો જેવો જ એર શો રાજકોટમાં યોજાવવા જઈ રહ્યો છે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આગામી 7 ડિસેમ્બરના રોજ ભવ્ય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા કરવામાં આવતા એર શોનું આયોજન કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા રાજકોટના આકાશમાં ભવ્ય એર શો માટે મંજૂરી આપવામાં આવતા મનપા તંત્ર દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જામનગરથી ઉડાન ભરી વિમાનો રાજકોટ પહોંચી રાજકોટના આકાશમાં ફ્લાય પાસ્ટ તેમજ અન્ય કરતબો પ્રદર્શિત કરશે. ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમના વિમાનો રાજકોટના આકાશમાં પોતાના સશક્ત કરતબો રજૂ કરશે. આ વિમાનો સૂર્યકિરણ ટીમના સિગ્નેચર ફોર્મેટ સ્ટંટ ડાયમંડ, ભારતના વિશ્વવિખ્યાત સ્વદેશી તેજસ વિમાનની આકૃતિ સહિત લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ, ઇન્વર્ટેડ ફોર્મેશન ડીએનએ, અને વાય જેવા દિલધડક સ્ટંટ દર્શકો નિહાળી શકશે. સૂર્યકિરણ એરોબેટિક ટીમના પાયલટ્સ 5 મીટરથી ઓછા અંતરે વિમાનો ઉડાડીને અદ્ભુત કરતબો રજૂ કરશે. જેમાં ચોકસાઈ, શિસ્ત અને ટીમ સ્પિરિટનું જીવંત પ્રદર્શન જોવા મળશે. ભારતીય વાયુ સેનાના 9 હોક વિમાનો રાજકોટના આકાશને તિરંગાના રંગથી રંગીન બનાવી બાળકો તેમજ યુવાનોને ભારતીય સશસ્ત્ર દળોમાં જોડાવા માટે પ્રેરણા પુરી પાડશે. આગામી સમયમાં આ એર શોને લઇ તંત્ર દ્વારા સત્તાવાર સ્થળ સમયની જાહેરાત કરવામાં આવશે. જેમાં તારીખ 6 ડિસેમ્બરના રોજ રિહર્સલ કરવામાં આવશે અને બીજા દિવસે 7 ડિસેમ્બરને રવિવારના રોજ આ એર શો યોજવામાં આવશે જે લગભગ અંદાજિત 40 મિનિટ સુધીનો રહેશે.
1996માં એરોબેટિક્સ પ્રદર્શન ટીમની સ્થાપના થઈ
- Advertisement -
જ્યારે પણ વાયુસેના દેશમાં એર શોનું આયોજન કરે છે ત્યારે તેની જવાબદારી સૂર્યકિરણ એરોબેટિક ટીમની હોય છે. 1996માં ભારતીય વાયુસેનામાં એક એરોબેટિક્સ પ્રદર્શન ટીમની સ્થાપના થઈ અને એનું નામ સૂર્યકિરણ અપાયું. સૂર્યકિરણ ટીમે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના ઇંઝ-16 કિરણ ફાઈટર જેટથી શરૂઆત કરી હતી. વર્ષ 1015માં હોક માર્ક ખ-132 જેટ વિમાન સૂર્યકિરણ એરોબેટિક ટીમમાં જોડાયું હતું. સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ વાયુસેનાના 52મા સ્ક્વોડ્રનનો ભાગ છે. આ ટીમે 900થી વધુ વખત નવ-એરક્રાફ્ટ ફોર્મેશનનું પ્રદર્શન કર્યું છે. આ ટીમ ફક્ત દેશમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ એર શોમાં ભાગ લે છે. સૂર્યકિરણ ટીમમાં 13 પાઇલટ્સ હોય છે, જેમાં નવ ફાઇટર પાઇલટ્સ એકસાથે ઉડાન ભરે છે. સૂર્યકિરણ ટીમ માટે બેથી ત્રણ વર્ષના સમયગાળા માટે પાઇલટ્સની પસંદગી કરવામાં આવે છે. ટીમના બધા પાઇલટ્સ વિમાન ચલાવવાનો અનુભવ ધરાવતા લાયક ઉડાન ઇન્સ્ટ્રક્ટર હોય છે.



