ઈન્ડિયા મેડ ટોય્સ માત્ર વૈશ્વિક બ્રાન્ડને જ સપ્લાય કરી રહ્યા નથી. પરંતું તેઓ વૈશ્વિક બજારોમાં પણ પોતાનું સ્થાન બનાવી રહ્યા છે.
ઈન્ડિયા મેડ ટોય્સ માત્ર વૈશ્વિક બ્રાન્ડને જ સપ્લાય કરી રહ્યા નથી. પરંતું તેઓ વૈશ્વિક બજારોમાં પણ પોતાનું સ્થાન બનાવી રહ્યા છે. માત્રે રમકડાં જ નહી સરકાર આ લાભોને અન્ય ક્ષેત્રોમાં જેમકે સાયકલ, ફૂટવેર, કેટલીક રસી સામગ્રી, શિપિંગ કન્ટેનર અને કેટલીક ટેલિકોમ પ્રોડક્ટમાં પણ વિસ્તારવાનું આયોજન કરી રહી છે.
- Advertisement -
કેન્દ્ર સરકાર રમકડાનું માર્કેટ વધારવા વિચારી રહી છે
ચાઈનીઝ રમકાડે પર અંકુશ લગાવ્યા બાદ હવે કેન્દ્ર સરકાર ઘરેલું રમકડાના બજારને વધારવાનું વિચારી રહી છે. જેથી કરીને ભારતના રમકડા વિશ્વમાં એક આગવી ઓળખ મેળવી શકે. સ્થાનિક ઉત્પાદનને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવા માટે સરકાર હવે રમકડાને PLI લાભ આપવાનું વિચારી રહી છે. જેનું ઉત્પાદન 3500 રૂપિયા છે. આ લાભ ફક્ત તેમને જ આપવામાં આવશે જેઓ ભારતીય માનક બ્યુરો એટલે કે BIS ના ધોરણોને અનુરૂપ હશે.
PLI લાભ રોકાણકારોને આકર્ષવા મદદ કરશે
એક અધિકારીએ જણાવ્યા મુજબ ક્વોલિટી કંટ્રોલ ઓર્ડરની રજૂઆત અને કસ્ટમ ડ્યુટી 20 ટકાથી વધારીને 60 ટકા કરવાથી સબ-સ્ટાન્ડર્ડ આયાત ઘટાડવામાં અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવામા મદદ મળી છે. અધિકારીએ જણાવ્યું હતું કે હવે રમકડા માટે ઉપલબ્ધત PLI લાભ રોકાણ આકર્ષવામાં અને નિકાસ વધારવામાં મદદ કરશે.
જાણવા મળતી માહિતી મુજબ અમે રમકડાને PLI લાભ આપવા પર કામ કરી રહ્યા છીએ. પરંતું તે માત્ર BIS- અનુસંગિક રમકડાને જ આપવામાં આવશે. PLI લાભ વિવિધ રોકાણ સ્લેબ અનુસાર આપી શકાય છે. જે રૂ.25 કરોડથી રૂ.50 કરોડ અથવા રૂ.100-200 કરોડની રેન્જમાં હોઈ શકે છે.
પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ શું છે?
પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ અથવા PLI સ્કીમ એ એક સ્કીમ છે જેનો ઉદ્દેશ્ય સ્થાનિક એકમોમાં ઉત્પાદિત ઉત્પાદનોના વધતા વેચાણ પર કંપનીઓને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ, વિદેશી કંપનીઓને પણ ભારતમાં એકમો સ્થાપવાની મંજૂરી આપવામાં આવે છે, પરંતુ તે જ સમયે, તે સ્થાનિક કંપનીઓને હાલના ઉત્પાદન એકમો સ્થાપવા અથવા વિસ્તરણ કરવા અને વધુ રોજગાર પેદા કરવા અને અન્ય દેશોમાંથી આયાત પર દેશની નિર્ભરતા ઘટાડવાની મંજૂરી આપે છે.
- Advertisement -
ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ્સ, વ્હાઈટ ગુડ્સ, ફાર્મા, ટેક્સટાઈલ, ફૂડ પ્રોડક્ટ્સ, સોલાર પીવી મોડ્યુલ્સ, એડવાન્સ કેમિકલ સેલ અને સ્ટીલ સહિત લગભગ રૂ. 2 લાખ કરોડના 14 સેક્ટર માટે સરકારે પહેલેથી જ આ સ્કીમ લાગુ કરી છે.